વર્ક આઉટ -પ્રથમેશ મહેતા
તમે રોજ ફ્રિજમાં રાખેલું ‘ઠંડું’ ખાઓ છો, તમારા સ્વાસ્થ્યને ન બગાડવું હોય તો તો જલદીથી એ ખાવાનું બંધ કરી દો
—-
ફ્રોઝન ફ્રૂડ ખાવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. ફ્રોઝન ફૂડ ખાવાની આદત તમને પણ છે તો તમારે એ આદત બદલવી જરૂરી છે. ફ્રોઝન ફૂડ ખાવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. ફ્રોઝન ફૂડના કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે.
આજની ભાગદોડભરી જિંદગીમાં અનેક લોકોને ફ્રોઝન ફૂડ ખાવાની આદત પડી ગઇ છે. ફ્રોઝન ફૂડ બનાવવામાં ઓછો સમય લાગે છે. તમે ખૂબ જ ઝડપથી ઘરે ફ્રોઝન ફૂડમાંથી વાનગીઓ બનાવી શકો છો. ઘણાં લોકોને તો ફ્રોઝન ફૂડ ખાવાની આદત પડી ગઇ હોય છે, પરંતુ તમને ચેતવી દઇએ કે ફ્રોઝન ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એક અહેવાલ અનુસાર ફ્રોઝન ફૂડને ઝેર સમાન માનવામાં આવે છે. ફ્રોઝન ફૂડના કારણે ધીરે-ધીરે શરીરની નસોને નુકસાન થઇ શકે છે. એ તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે એ જાણો.
આરોગ્ય નિષ્ણાતો અનુસાર ફ્રોઝન ફૂડ્સને ઝેરના જેટલું જ નુકસાનકારક માનવામાં આવે છે. એ શરીરમાં સાયલન્ટ કિલરની જેમ કામ કરે છે. તમે તમારા ફ્રિજમાં મીટ, ફ્રોઝન વટાણાં તેમ જ ફ્રોઝન શાકભાજી રાખ્યા છે તો તરત જ એને બહાર કાઢી લો.
સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર લગભગ સીતેર ટકા સોડિયમ ફ્રોઝન ફૂડ જેવા પ્રોસેસ્ડ અને પેકેઝડ ફૂડમાંથી આવે છે. એનું વઘારે માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઇ થવા લાગે છે અને સ્ટ્રોક તેમ જ હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતા છે. ફ્રોઝન પિત્ત્ઝા-બર્ગરમાં હાઇડ્રોજેનેટેડ ઓઇલ હોઇ શકે છે, જે શરીરમાં જઇને નસોને નુકસાન પહોંચાડી શકે છે. ફ્રોઝન ફૂડને કડક બનાવવા માટે હાઇડ્રોજેનેટેડ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર આ તેલમાં ટ્રાન્સ ફેટ્સ હોય છે. જે શરીરમાં રહેલી નસોને બ્લોકેજ કરી શકે છે. ફ્રોઝન ફૂડ્સમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ હોય છે. જેને એમએસજી પણ કહેવામાં આવે છે. આ તત્ત્વ ચાઇનીઝ ફૂડમાં પણ હોય છે. એનસીબીઆઇ સ્ટડી અનુસાર એમએસજીનું સેવન કરવાથી માથું દુખવું, પરસેવો થવો, પેટમાં દુખાવા જેવી અનેક તકલીફો થાય છે. મોટાભાગના ફ્રોઝન ફૂડમાં વિટામિન તેમ જ મિનરલ્સની કમી હોય છે. જેના કારણે શરીરમાંના સ્નાયુઓએ નુકસાન થવા લાગે છે. શરીરને જ્યારે ખાવાનું પોષણ મળતું નથી, ત્યારે તમારી માંસપેશીઓમાંથી પોષક તત્ત્વો છીનવાઇ જાય છે. તેથી ફ્રોઝન ફૂડ ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉ