Homeટોપ ન્યૂઝU19 ટવેન્ટી-20 WCમાં મહિલા વિજેતાઃ વડા પ્રધાનથી લઈને ટીમ ઈન્ડિયાના કોચે આપી...

U19 ટવેન્ટી-20 WCમાં મહિલા વિજેતાઃ વડા પ્રધાનથી લઈને ટીમ ઈન્ડિયાના કોચે આપી શુભેચ્છા, વીડિયો વાઈરલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અંડર 19 વર્લ્ડકપ જીતી લીધો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને સાત વિકેટ હરાવ્યું હતું. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ વિજયી બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બોલીવૂડના બિગ બી (અમિતાભ બચ્ચન), ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાથી લઈને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર તમામ ખેલાડીઓએ શુભેચ્છા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા ટીમને શુભેચ્છા આપી હતી અને તેના અંગે ટિવટ પણ કર્યું હતું.

જોકે, સૌથી રસપ્રદ બાબત એ છે કે ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ દ્રવિડે વર્લ્ડકપ જીત્યા પછી શુભેચ્છા આપતો વીડિયો વાઈરલ થયો હતો.

દ્રવિડે અંડર-નાઈન્ટીન મહિલા ટીમની પ્રશંસા કરતા કહ્યું હતું કે મહિલા ટીમની આ ઐતિહાસિક જીત ગણાવી હતી. બીસીસીઆઈએ રાહુલ દ્રવિડનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે આજે ભારતીય મહિલા અંડર-નાઈન્ટીન ટીમ માટે ઐતિહાસિક દિવસ હતો. હું ભૂતપૂર્વ અંડર-19 મેન્સ કેપ્ટનને છોકરીઓ માટે આ સંદેશ આપવા માંગુ છું. જોકે, 2018માં પુરુષોની કેટેગરીમાં અંડર નાઈન્ટીન વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પૃથ્વી શોની સાથે આ પળને શેર કરી હતી. પૃથ્વી શોએ લખ્યું હતું કે મને લાગે છે કે આ સૌથી મોટી સિદ્ધિ છે. અભિનંદન, શાબાશ, ત્યારબાદ પૂરી ભારતીય ટીમે ટવેન્ટી-20 ટીમે અંડર-નાઈન્ટીન મહિલા ટીમ માટે એકસાથે તાળીઓ પાડી હતી. અંડર નાઈન્ટીન મહિલા ટીમે ટવેન્ટી-ટવેન્ટીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકર, ઈંગ્લેન્ડની ટીમની સાથે ભારતમાં ઓલ્મિપિક વિજેતા નિરજ ચોપડા, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત અન્ય મહાનુભાવોએ શુભેચ્છા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular