ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા વર્ષે માર્ચમાં મહિલા IPLની પ્રથમ સિઝનનું આયોજન કરવાનું છે. બોર્ડ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન સફળ બનાવવામાં કોઇ કસર છોડવા માગતું નથી. પાંચ ટીમો ખરીદવા માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. આમાં દરેક ફ્રેન્ચાઈઝી માટે બેઝ પ્રાઈસ 400 કરોડ રૂપિયા રાખવામાં આવી શકે છે. બોર્ડને અપેક્ષા છે કે દરેક ફ્રેન્ચાઈઝી રૂ. 1,000 કરોડથી વધુમાં વેચાઈ શકે છે.
બીસીસીઆઈ દ્વારા ઈ-ઓક્શન માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. તમામ હાલની આઈપીએલ ફ્રેન્ચાઈઝી પણ ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ પાંચ ટીમો રમશે જેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સારી ટીમ બનાવવામાં આવશે. ટુર્નામેન્ટમાં 20 લીગ રમતો હશે, જેમાં ટીમો એકબીજા સાથે બે વખત રમશે. દરેક ટીમ વધુમાં વધુ અઢાર ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. આ 18 ખેલાડીઓમાં છથી વધુ વિદેશી ખેલાડીઓ નહીં હોય. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ સીધી ફાઇનલમાં જશે. તે જ સમયે, બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2016થી મહિલા બિગ બેશ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં વિમેન્સ ધ હન્ડ્રેડ રમાઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આવતા વર્ષથી મહિલા લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
બહુપ્રતિક્ષિત મહિલા આઈપીએલને 18 ઓક્ટોબરે બીસીસીઆઈની 91મી વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી.
મહિલા IPLમાં પણ પૈસાનો વરસાદ થશે!
RELATED ARTICLES