થાણે: મહિલાઓ ઉતારુઓને લોકલમાં પડતી આવવા-જવા માટેની તકલીફો અને અન્ય મુદ્દાઓ અંગે રેલવે અધિકારીઓ દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું હોવા સામે વિરોધ નોંધાવવા માટે ડોંબિવલી સ્ટેશન પર અનેક મહિલા ઉતારુઓએ કાળી પટ્ટી પહેરી હતી.
કર્જત અને કસારા અને દક્ષિણ મુંબઈમાં સીએસએમટી વચ્ચે મુસાફરી કરતી મહિલાઓ માટે વધુ સારી સુવિધાઓ સહિતની તેમની લાંબા સમયથી પડતર માગણીઓ અનેક રિમાઈન્ડર્સ આપવા અને અનેક મીટિંગો યોજવા છતાં અધિકારીઓ દ્વારા તેને અવગણવામાં આવી રહી છે.
ઉપનગરીય રેલવે પ્રવાસી મહાસંઘનાં પ્રમુખ લતા આર્ગડેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમની માગણીઓમાં થાણે અને કર્જત અને કસારા જેવા દૂરનાં સ્ટેશનો વચ્ચે શટલ સેવાઓનો સમાવેશ કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉનપગરીય રેક પર મહિલાઓ માટે રિઝર્વ ચોકની સંખ્યા ૨૦ વર્ષ પહેલાં જેટલી હતી એટલી જ છે. જોકે મહિલા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
મહાસંઘ દ્વારા ઉઠાવવામાં આવેલા અન્ય મુદ્દાઓમાં ભિખારીઓ, માદક દ્રવ્યોના વ્યસનીઓ અને અસામાજિક તત્ત્વો દ્વારા થતા ઉપદ્રવ અને મુંબઈની જીવાદોરીસમી લોકલ ટ્રેનોમાં મહિલાઓની એકંદર સુરક્ષાનો સમાવેશ થાય છે
મહિલા દિવસે જ મહિલાઓએ કર્યું આ કારણસર વિરોધ પ્રદર્શન…
RELATED ARTICLES