મહિલાઓ આર્થિક અસમાનતાનો શિકાર: શું મહિલાઓના કામની કદર થાય છે?

ઉત્સવ

વિશેષ -પ્રથમેશ મહેતા

આપણે પાછલાં કેટલાંક વર્ષોથી સિનેમાના ક્ષેત્રમાં હિરોઈનને, હીરો કરતાં ઓછું મહેનતાણું મળતું હોવાની વાતો મહિલા કલાકારો દ્વારા સાંભળી છે, પણ શું આ વાત માત્ર એક ક્ષેત્ર પૂરતી સીમિત છે? કે લગભગ બધાં જ ક્ષેત્રોમાં આ સ્થિતિ જોવા મળે છે? ીશિક્ષણ, ીસન્માન અને ીસશક્તીકરણ માત્ર વાતોનાં વડાં છે કે બીજું કંઈ? આ બાબતને લઈને એક રસપ્રદ સર્વે કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં ૪૫ જુદા જુદા દેશોમાં જાહેરમાં ઉપલબ્ધ ડેટાની મદદથી વર્ષ ૧૯૭૩-૨૦૧૬ વચ્ચે મહિલાઓની આવકની તપાસ કરવામાં આવી હતી. દુનિયામાં આ પ્રકારનો આ પહેલો સર્વે છે જેમાં મહિલાઓ અને તેમના પતિની કમાણી સાથે સરખામણી કરવામાં આવી છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુમાં સેન્ટર ફોર પબ્લિક પોલિસીનાં પ્રોફેસર હેમા સ્વામિનાથન અને પ્રોફેસર દીપક માલગન સહિત અન્ય સંશોધકોએ ૧૮-૬૫ વર્ષની વયનાં યુગલોમાં ૨૮.૫ લાખ પરિવારોમાં પતિ-પત્નીની કમાણીનો તુલનાત્મક અભ્યાસ હાથ ધર્યો હતો.
આ સર્વે માટેનો ડેટા એક એનજીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. પ્રોફેસર સ્વામિનાથન કહે છે, ‘સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરોમાં સમાનતા હશે અને આવક સમાન રીતે વહેંચવામાં આવશે, પરંતુ વાસ્તવમાં ઘરોમાં ઘણી અસમાનતાઓ છે અને અમે તેને લોકો સમક્ષ લાવવા માગતાં હતાં.’ આ રિપોર્ટમાં ઘરોને ‘બ્લેક બોક્સ’ કહેવામાં આવ્યાં છે. પ્રોફેસર સ્વામિનાથન કહે છે, ‘આપણે આ બ્લેક બોક્સની અંદર નથી જોઈ રહ્યા, પરંતુ જો અંદર નહીં જોઈએ તો ચિત્ર કેવી રીતે બદલાશે?’
તે સ્પષ્ટ છે કે ભારતીયોમાં લિંગ અસમાનતા છે અને સામાન્ય રીતે કાર્યસ્થળ પર મહિલાઓની સંખ્યા ઓછી છે અને જે છે, તેઓ ભાગ્યે જ સંપૂર્ણ સમય કામ કરે છે. પ્રોફેસર સ્વામિનાથન અને પ્રોફેસર માલગન ભારત સિવાય વૈશ્ર્વિક પરિસ્થિતિની તપાસ કરવા માગતાં હતાં. તેમણે કહ્યું, ‘ઉદાહરણ તરીકે, નોર્ડિક દેશો (નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને આઇસલેન્ડ)ને લિંગ સમાનતાની દૃષ્ટિએ આશા સાથે જોવામાં આવે છે, પરંતુ ત્યાં પરિસ્થિતિ શું છે? શું ત્યાં સમાન વિતરણ છે?’
સંશોધકોએ વિવિધ દેશોને સામાન્ય રીતે અસમાનતા અને ઘરોમાં અસમાનતા અનુસાર અલગ અલગ રેન્કિંગ આપ્યાં હતાં. સર્વેનાં પરિણામો અનુસાર, લિંગ અસમાનતા સમગ્ર વિશ્ર્વમાં ગરીબ અને અમીર તમામ પ્રકારનાં ઘરોમાં હાજર છે.
વિશ્ર્વના દરેક દેશમાં અસમાનતા છે
પ્રોફેસર માલગને કહ્યું, ‘તાજેતરના ડેટા દર્શાવે છે કે પતિ અને પત્ની બંને બહાર કામ કરતાં હોય તેવી સ્થિતિમાં, એવો કોઈ દેશ નથી (ન તો સમૃદ્ધ દેશ કે વિકસિત દેશ) જ્યાં પત્નીઓ તેમના પતિની બરાબર કમાતી હોય. જાતીય અસમાનતાના સૌથી નીચા સ્તરવાળા નોર્ડિક દેશોમાં પણ અમે જાણ્યું કે કમાણીમાં મહિલાઓનો હિસ્સો ૫૦% કરતાં ઓછો છે.’
ીઓ ઓછા પૈસા કમાય છે તેનાં કેટલાંક કારણો દરેક જગ્યાએ સમાન છે. ઉદાહરણ તરીકે, લગભગ દરેક સંસ્કૃતિમાં, પુરુષોને રોટલી કમાનાર અને ઘરની સંભાળ રાખવા માટે ીઓને ગણવામાં આવે છે. ઘણી ીઓ માતા બન્યા પછી કામમાંથી અવેતન અથવા પેઇડ બ્રેક લે છે. આ સિવાય જેન્ડર પે ગેપ (ીઓને સમાન કામ માટે પુરુષો કરતાં ઓછા પૈસા મળે છે) વિશ્ર્વના ઘણા દેશોની હકીકત છે.
મોટા ભાગની જગ્યાએ, ઘરનાં કામકાજ અને બાળકોથી લઈને વૃદ્ધો સુધીની સંભાળ રાખવાની જવાબદારી મહિલાઓની હોય છે, જેના માટે તેમને કોઈ પૈસા મળતા નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના ૨૦૧૮ના અહેવાલ મુજબ, વિશ્ર્વભરમાં મહિલાઓનો અવેતન કામના કલાકોનો હિસ્સો ૭૬.૨% છે, જે પુરુષો કરતાં ત્રણ ગણો વધુ છે. એશિયા અને પેસિફિકમાં તે હજી ૮૦% સુધી વધે છે.
આ રિપોર્ટમાં મહિલાઓને કામના સ્થળે આગળ વધવા અને પરત ફરતી અટકાવવાનું મુખ્ય કારણ અવેતન ઘરેલુ કામ દર્શાવવામાં આવ્યું છે. સંશોધકોનું કહેવું છે કે મહિલાઓની ઓછી કમાણીનો પ્રભાવ માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક રીતે પણ હોય છે, જે તેમને ઘરમાં અને ઘરની બહાર સૌથી નીચલા સ્તરે રાખે છે.
મહિલાઓનું આર્થિક ભવિષ્ય જોખમમાં છે
પ્રોફેસર સ્વામિનાથન કહે છે, ‘પત્ની ઘરમાં જે કામ કરે છે તે કોઈને દેખાતું નથી, આ કામો માટે તેને રોકડ કેમ નથી મળતું. જે પત્નીઓ પૈસા કમાય છે અને ઘરમાં રોકડ લાવે છે તેમને એક અલગ પ્રકારનું સન્માન મળે છે. ીની સ્થિતિને મજબૂત બનાવે છે અને ઘરમાં તેના અવાજને મહત્ત્વપૂર્ણ બનાવે છે. જેમ જેમ મહિલાની આવક વધે છે તેમ તેમ તેની નિર્ણયશક્તિ વધે છે એટલું જ નહીં, જો તેઓ ઉત્પીડનનો ભોગ બને તો તેવી સ્થિતિમાં તે ઘર છોડીને બહાર પણ જઈ શકે છે.’
પ્રોફેસર મેગલન કહે છે કે આ અસમાનતાને કારણે મહિલાઓની આર્થિક સુરક્ષા પણ પ્રભાવિત થાય છે. મહિલાઓની કુલ આવક પુરુષો કરતાં ઓછી હોવાથી તેમની બચત અને નિવૃત્તિ પછીનું પેન્શન પણ ઘટી જાય છે.
જોકે આ રિપોર્ટમાં એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર બંનેના પગારમાં અસમાનતા ૨૦ ટકા જેટલી ઘટી છે. પ્રોફેસર સ્વામિનાથન જણાવે છે કે વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં કાર્યસ્થળમાં મહિલાઓની ભાગીદારી વધવાથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં મદદ મળી છે. સ્વામિનાથને કહ્યું, ‘વિશ્ર્વના ઘણા ભાગોમાં મહિલાઓના હિતમાં બનાવવામાં આવેલી નીતિઓને કારણે પણ આ અસમાનતામાં ઘટાડો થયો છે. ઘણા દેશોમાં ‘સમાન પગાર’ (સમાન કામ માટે સમાન વેતન)ની માગને લઈને આંદોલન પણ થયાં હતાં. આ બધાને કારણે અસમાનતા ઘટી છે.’
પરંતુ પ્રોફેસર સ્વામિનાથન એ પણ નિર્દેશ કરે છે કે અસમાનતામાં થોડો ઘટાડો થયો હોવા છતાં, તેનો સ્તર હજુ પણ ઘણો ઊંચો છે. તેઓ કહે છે કે તેને વધુ સમાન સ્તરે લાવવાની જરૂર છે. ‘સરકાર જેટલી વાતો કરે છે તેટલું કામ કરતી નથી. કંપનીઓ મહિલાઓને પૂરતી રોજગારી આપતી નથી. હવે અવેતન ઘરનાં કામો કરવાની કિંમત ચૂકવવી પડી રહી છે,’ તેમણે કહ્યું. પ્રોફેસર સ્વામિનાથન કહે છે, ‘અમારે પૂછવું પડશે કે શું મહિલાઓનું કામ સ્વીકારવામાં આવી રહ્યું છે? શું કુટુંબ અને બાળકોનાં હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવામાં આવી રહી છે? આપણે પણ છોકરાઓને ઘરના અવેતન કામમાં સમાન ભાગીદાર બનવા શિક્ષિત કરવા પડશે. સરકારો અને સમાજે હજુ ઘણું કરવાનું બાકી છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિ યોગ્ય નથી.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.