અપરિણીત મહિલાઓ કરાવી શકશે અબોર્શન? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે મહિલાઓના અબોર્શન મુદ્દે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 25 વર્ષની 24 અઠવાડિયા પ્રેગ્રેન્ટ મહિલાને અબોર્શન કરવાની મંજૂરી આપી છે. યુવતીએ સૌથી પહેલા દિલ્હી હાઈ કોર્ટમાં અબોર્શની પરવાનગી માગતી અરજી કરી હતી, પરંતુ હાઈ કોર્ટે આ અરજીને ફગાવીને પરવાનગી આપવાની મનાઈ કરી હતી. 16મી જુલાઈએ દિલ્હી હાઈ કાર્ટે આ અંગે જણાવ્યું હતું કે મહિલાએ પાર્ટનરની સંમતિથી ગર્ભ ધારણ કર્યો છે અને તેના ગર્ભને 20 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. કાયદાકીય રીતે તેને અબોર્શન માટેની અનુમતિ આપવામાં નહીં આવે.
બાદમાં યુવતી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહિલા અવિવાહિત હોવાથી અબોર્શન કરાવવાની રોકી શકાય નહીં. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, એ. એસ. બોપન્નાની બેંચે એમ્સ ડાયરેક્ટરની બે ડોક્ટરની પેનલ બનાવવા અને અબોર્શન સાથે જોડાયેલા રિપોર્ટ એક અઠવાડિયામાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
25 વર્ષની મહિલાએ હાઈકોર્ટમાં અરજી આપી છે કે તે પોતાના પાર્ટનરની સાથે સહમતિથી રહી હતી. પરંતુ તેણે હવે લગ્ન માટે ઈનકાર કરી દીધો છે. મહિલાએ જણાવ્યું કે તે લગ્ન કર્યા વગર બાળકને જન્મ નથી આપવા માંગતી. કારણ કે તેને ન ફક્ત માનસિક પરંતુ સામાજિક કલંકનો દબાણ પણ ભોગવવો પડી શકે છે. સાથે જ તે હાલ બાળકને જન્મ આપવા માટે માનસિક રીતે તૈયાર નથી.
સુપ્રિમ કોર્ટે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે 2021માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં સંશોધન થયું હતું, જેમાં પતિની જગ્યાએ પાર્ટનરનો ઉપયોગ કરવામાં કરવામાં આવ્યો છે. આ શબ્દનો ઉપયોગ કરવા પાછળનો મુખ્ય હેતુ અપરિણીત મહિલાઓને પણ આ એક્ટના દાયરામાં લાવવાનો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.