Homeઆમચી મુંબઈમહિલાઓનો પ્રવાસ હજી પણ ભગવાન ભરોસે જ...

મહિલાઓનો પ્રવાસ હજી પણ ભગવાન ભરોસે જ…

મુંબઈઃ મુંબઈમાં પ્રવાસ દરમિયાન મહિલાઓ સાથે વિનયભંગ, છેડતી, સતામણી જેવી ઘટનાઓને ટાળવા માટે કેન્દ્રીય મંત્રાલય દ્વારા પ્રવાસી વાહનમાં પેનિક બટન લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પ્રમાણે નવા વાહનોમાં પેનિક બટન લગાવવામાં આવ્યા ખરા, પણ હવે વાત એવી છે કે આ પેનિક બટન માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે.
ગયા વર્ષે પ્રવાસ દરમિયાન અનેક મહિલાઓ સાથે વિનયભંગ અને છેડતી જેવા ગંભીર ગુનાઓ જોવા મળ્યા, તેમ છતાં રાજ્યના પરિવહન વિભાગ દ્વારા પેનિક બટન કન્ટ્રોલ રુમ ઊભા કરવામાં આવ્યા નથી. ખાનગી કે પછી સરકારી વાહનોમાં પ્રવાસ કરતી વખતે મહિલાઓને અસુરક્ષિતતાનો અનુભવ થાય ત્યારે તાત્કાલિક મદદ મળી રહે એ માટે પેનિક બટન લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. બટન દબાવ્યા બાદ સંબંધિત કન્ટ્રોલ રુમને તેની માહિતી મળશે અને આ ઉપરાંત ઘટનાસ્થળથી નજીકના પોલીસ સ્ટેશનમાં તેની માહિતી આપવાનું સરળ બને એ માટે વીટીએસ દ્વારા વાહનની લોકેશનની માહિતી પણ મળી શકશે.
આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ હિલચાલ ન કરવામાં આવતા પ્રવાસ દરમિયાન મહિલાઓની સુરક્ષા ફરી એક વખત જોખમમાં મૂકાઈ છે. આ મામલે પરિવહન વિભાગના વડા વિવેક ભિમનવાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પેનિક બટન કન્ટ્રોલ રુમ ઊભો કરવાનો નિર્ણય સરકારી સ્તરનો છે અને આગામી કેટલાક મહિનાઓમાં જ આ કન્ટ્રોલ રુમ ઊભો કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular