નાગપુર: શિવાજી મહારાજની જય, બાબાસાહેબ આંબેડકરની જય, એવા નારા લગાવીને અચાનક જ એક મહિલાએ વિધાનસભા ગેટ નજીક શરીર પર ઘાસલેટ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં મહાપુરુષ અને સંતોનું અપમાન કરનારા સામે કાર્યવાહી થઇ નથી રહી અને સરકાર મૌન સેવીને બેઠી છે, એવો આરોપ કરીને એક મહિલાએ અહીં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષારક્ષકોએ સમયસૂચકતા વાપરતાં મોટો અનર્થ ટળી ગયો હતો. સંતોનું અપમાન થઇ રહ્યું છે અને સરકાર મૌન છે, એટલે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, એવું મહિલાએ જણાવ્યું હતું.
તમે શિવાજી મહારાજના નામ પર રાજકારણ રમી રહ્યા છો, વારકરી સંપ્રદાયનું અપમાન કરો છો, અધિવેશનમાં પોલીસોને જમવાનું મળી નથી રહ્યું, તમારે પાસે કોઇ મુદ્દો જ બચ્યો નથી, શિવાજી મહારાજની જય, બાબાસાહેબ આંબેડકરની જય, એવા નારા લગાવીને અચાનક જ એક મહિલાએ વિધાનભવનના મુખ્ય ગેટ પાસે ઘાસલેટ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસૂચકતા વાપરીને સુરક્ષારક્ષકોએ તેને બચાવી લીધી હતી. નાગપુર પોલીસે મહિલાને તાબામાં લીધી હતી. મહિલા સોલાપુરની રહેવાસી હોઇ તેનું નામ કવિતા ચવ્હાણ હોવાની માહિતી પોલીસે આપી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મહાપુરુષના અપમાન કરનારાની સામે સરકાર મૌન વિધાનસભાના ગેટ નજીક મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ
RELATED ARTICLES