બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અન્ય યુવતીઓ સાથે પતિના પોર્ન વીડિયો જોઈને મહિલાએ પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.
જાણકારી મુજબ પત્નીને પતિની પેનડ્રાઈવ મળી હતી. પેનડ્રાઈવ ચેક કરતાં તેના પગ નીચેની જમીન સરકી ગઇ હતી. અન્ય યુવતીઓ સાથે તેના પતિના પોર્ન વીડિયો જોઈને મહિલા હેબતાઇ ગઇ હતી અને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના મોત બાદ તેના પરિવારજનોએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અજમત નામની મહિલાના લગ્ન એપ્રિલમાં ઝહીર જાવેદ નામના યુવક સાથે થયા હતા. જાવેદ મધ્યપ્રદેશમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે. લગ્ન બાદ અજમતને ખબર પડી કે તેનો પતિ ઘણી મહિલાઓ સાથે લગ્નેતર સંબંધો ધરાવે છે. તે પછી તેણે પતિ પર નજર રાખવાનું શરૂ કર્યું. તે જ સમયે તેને એક પેન ડ્રાઈવ મળી હતી. તેમાં ઘણી મહિલાઓ સાથે જાવેદના અશ્લીલ વીડિયો હતો. જ્યારે તેણે જાવેદને આ અંગે પૂછપરછ કરી તો તેણે તેને મારવાનું શરૂ કર્યું. તે જ સમયે અજમતના પિયરના લોકોએ તેમની વચ્ચેના વિવાદને ઉકેલવામાં મદદ કરી.
અજમત રવિવારે બપોરે તેના ઘરે આવી હતી. તે જ સમયે, તેણે તેના માતા-પિતાને એટીએમમાંથી પૈસા ઉપાડવાના બહાને બહાર મોકલી દીધા હતા અને આત્મહત્યા કરી લીધી હતી. તેણે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. તેના હાથમાં ઝેરની બોટલ દેખાય છે. તમે મને નથી મારતા, હું મારી જિંદગીનો અંત લાવી રહી છું. બસ ખુશ રહો, મારા માટે કોઇને ધમકાવશો નહીં, એમ તે વીડિયોમાં કહે છે.
અજમતે આત્મહત્યા કર્યા બાદ તેના પિતાએ ઝહીર જાવેદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. લગ્ન બાદ ઝહીર અમારી દીકરી પર નજર રાખતો હતો. લગ્ન પછી, તેણે ક્યારેય મારી દિકરીને સાસરામાં નહોતી રાખી. તેણે એક જગ્યાએ રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં તેની સાથે રહેતો હતો. તેણે અમને જણાવ્યું કે તે ભોપાલમાં કામ કરતો હતો. તે ઘણા દિવસોથી અહીં આવ્યો પણ નહોતો. તેણે અમારી દીકરીનું વોટ્સએપ હેક કર્યું હતું. મૃતક મહિલાના પિતાનો આરોપ છે કે જ્યારે પણ તે અમારી સાથે વાત કરતી ત્યારે તે તેને મારતો હતો.
તેમણે ઝહીર જાવેદને તેના ગુનાની સખત સજા આપવા માગણી કરી છે.