Homeદેશ વિદેશયુવકના પરિવારે લગ્નનો ઈનકાર કર્યો તો યુવતીએ ફેક્યું એસિડ

યુવકના પરિવારે લગ્નનો ઈનકાર કર્યો તો યુવતીએ ફેક્યું એસિડ

સોનીપતમાં યુવતીએ યુવક પર એસિડ ફેંક્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મયુર વિહાર વિસ્તારમાં રહેતો શ્યામ તેના માતા-પિતાના દેહાંત બાદ તેના ફઈ સાથે રહેતો હતો. એક મહિના પહેલા તેની મુલાકાત અંજલિ નામની યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા વધી.

થોડા દિવસ પહેલા અંજલિ તેની માતા સાથે શ્યામના ઘરે લગ્નની વાત કરવા પહોંચી હતી. જોકે, શ્યામની ફઈએ આ સંબંધનો ઈનકાર કર્યો હતો, જે બાદ અંજલિ શ્યામનો પીછો કરતી હતી અને મોકો મળતાં અંજલિએ શ્યામ પર એસિડ ફેંક્યું હતું. શ્યામ ગંભીર રૂપે ઘાયલ થયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેને દાખલ કર્યો હતો.

શ્યામની ફઈએ આ અંગે જણાવ્યું હતું કે, અંજલિ શ્યામ સાથે લગ્ન કરવા માગતી હતી. અંજલિના પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા હતાં, તેનો સ્વભાવ અમને ઠીક લાગ્યો નહીં અને આ માહિતી મળતાં અમે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો.

RELATED ARTICLES

Most Popular