અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક લેસ્બિયન યુવતીને ગે યુવકના પ્રેમમાં પડ્યા બાદ તેમની પ્રેમકહાની ખૂબ જ વાયરલ થઈ રહી છે. મરેન બટલર નામની 21 વર્ષની યુવતી પોતાને લેસ્બિયન માનતી હતી અને તેનો પ્રેમી જેમ્સ કેરિંગટન પણ પોતાને ગે માનતો હતો. મરેન માને છે કે તેનામાં પુરુષોવાળા ગુણ છે. પુરુષોની જેમ કપડાં પહેરવાનું પસંદ કરે છે, જ્યારે 23 વર્ષના જેમ્સ સ્ત્રી જેવી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે. બંને વ્યવસાયે ઈવેન્ટ મેનેજર છે. તેમના સંબંધ વિશે જેમ્સે જણાવ્યું હતું કે મરેનથી મળ્યા પહેલા મારી ઓળખ ગે તરીકે હતી. એક સમયે મારો એક બોયફ્રેન્ડ હતો, પરંતુ તેની સાથે થોડા સમયમાં બ્રેકઅપ થઈ ગયું હતું. મરેનની મુલાકાત મને સ્પેશિયલ લાગી અને અમે દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા છીએ.