મીરા રોડમાં છ વર્ષની પુત્રી સાથે માતાએ બિલ્ડિંગની અગાશી પરથી કૂદકો માર્યો

આમચી મુંબઈ

મુંબઈ: મીરા રોડમાં છ વર્ષની પુત્રી સાથે માતાએ છ માળની ઈમારતની અગાશી પરથી નીચે પડતું મૂકી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રેખા દેવાસી (૨૮) અને તેની પુત્રી અંકિતા તરીકે થઈ હતી. ઘટના સમયે રેખાનો પતિ સુરેશ દેવાસી નજીકમાં આવેલી તેની દુકાને હતો.
મીરા રોડના શાંતિ ગાર્ડન વિસ્તારમાં આવેલા નિત્યાનંદ નગરની ગૌરવ ગૅલેક્સી બિલ્ડિંગમાં શનિવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. માતા-પુત્રી જમીન પર પટકાયાનો અવાજ સાંભળી રહેવાસીઓ અને વૉચમૅન દોડી આવ્યા હતા. વૉચમૅને જ ઘટનાની જાણ સુરેશને કરી હતી. સુરેશ બિલ્ડિંગ પાસે પહોંચ્યો ત્યારે રેખા અને પુત્રી લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યાં હતાં. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલાં બન્નેને તબીબે મૃત જાહેર કર્યા હતા.
કાશીમીરા પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. કહેવાય છે કે રેખા છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી પીડાતી હતી. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.