Homeઆમચી મુંબઈમધ્ય રેલવેની આ લોકલ ટ્રેનમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ

મધ્ય રેલવેની આ લોકલ ટ્રેનમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ

મુંબઈ: મધ્ય રેલવેમાં કસારા cstm લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાને વહેલી પરોઢે પ્રસવ પીડા ઉપડયા બાદ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો. CSTM જનારી લોકલ ટ્રેનમાં મહિલા એ બાળકને જન્મ આપ્યો હોવાની માહિતી રેલવે પ્રશાસનને જાણ કરવામાં આવ્યા પછી RPF અને રેલવેનાં અન્ય કર્મચારીની મદદથી તેમને ટિટવાલા સ્ટેશને ઉતારવામાં આવ્યા હતા. Plateform number ત્રણ ખાતે સવારના લગભગ છ વાગ્યાના સુમારે ઉતારવામાં આવ્યા હતા, ત્યારબાદ માતા અને બાળકને ટિટવાલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
રેલવે પ્રશાસને સમયસર પગલાં ભરવાથી મહિલાના ભાઈ અને સાસુએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular