દુનિયા કા સબ સે બડા યોદ્ધા માં હોતી હૈ! બાંધવગઢમાં બાળકને છોડાવવા માતાએ વાઘ સાથે બાથ ભીડી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેજીએફ ફિલ્મમાં રોકીનો ડાયલોગ ખરા અર્થમાં સાર્થક થયો છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માતાએ તેના 15 મહિનાના બાળકને બચાવવા વાઘ સાથે લડી ગઈ હતી. વાઘના નખ તેના ફેફસા સુધી ધૂસી ગયા, પરંતુ તેણે હિમ્મત ન હારીને 20 મિનિટ સુધી લડીને વાઘના જબડામાંથી પુત્રને છોડાવી લાવી હતી. મળતી માહિતી અનુસાર ઘટના રોહનિયા ગામની છે. માનપુર બફર ઝોનમાં જ્વાલામુખી વસ્તીમાં રહેતા ભોલા ચૌધરીની પત્ની અર્ચના સવારે તેના પુત્રને વાડામાં મુકીને નિત્ય ક્રિયા માટે ગઈ હતી. દરમિયાન ઝાડીઓમાં છુપાયેલો વાઘ બાળક નજીક આવી ગયો હતો અને તેને પોતાના જબડામાં દબાવી લીધો હતો. પુત્રને બચાવવા માટે અર્ચના વાઘ સામે લડી ગઈ હતી. લગભગ 20 મિનિટ સુધી આ સંઘર્ષ ચાલ્યો, જેનો અવાજ સાંભળીને વસતિના લોકો લાકડીઓને લઈને પહોંચ્યા તો વાઘ જંગલ તરફ ભાગી ગયો. બંનેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક ઉપચાર પછી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, માતાની હાલત ગંભીર છે અને બાળકને માથામાં ઈજા પહોંચી છે, પરંતુ તે ખતરાથી બહાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.