લગ્નના એક હપ્તા બાદ બંગડી ખરીદવા પતિ સાથે બજાર ગઇ દુલ્હન, પછી પ્રેમી સાથે થઇ ગઇ ફરાર

દેશ વિદેશ

બિહારના મુંગેરમાં લગ્નના ફકત સાત દિવસ બાદ પત્ની પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હોવાનો બનાવ બન્યો છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે મહિલા એક યુવકનો હાથ પકડીને દોડી રહી છે.
મહિલાનું નામ મોની કુમારી છે. મોની અને વિવેકના લગ્ન 14મી જૂનના રોજ થયા હતા. લગ્ન પછી તે પિયર ચાલી ગઇ હતી. 21મી જૂને તે સાસરિયામાં પરત ફરી હતી. બીજા દિવસે 22મી જૂને તે તેના પતિ સાથે બજારમાંથી બંગડીઓ ખરીદવી હોવાનું કહીને બહાર નીકળી. બંને જણ કોતવાલીના દીનદયાલ ચોક પર બંગડીઓ ખરીદી રહ્યા હતા. એ સમયે પત્નીનો પ્રેમી ત્યાં આવતા તે તેની સાથે ભાગી ગઇ. પતિએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે કહ્યું કે મારો પીછો નહીં કર. હવે હું આની સાથે જ રહીશ.
આ અંગે વિવેકની માતાએ કહ્યું હતું કે મારા પતિનું મૃત્યુ થઇ ચૂક્યુ છે. મારો એક જ દીકરો છે. ધામધૂમથી મેં મારા દીકરાના લગ્ન કર્યા હતા, પણ વહૂએ દગો દીધો. જો તેને પ્રેમી સાથે જ જવુ હતુ તો પછી મારા દીકરા સાથે લગ્ન કેમ કર્યા.
કોતવાલી પોલીસ સ્ટેશનના પોલીસના જણાવ્યા અનુસાર છ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમિકાએ જ 22મી જૂને ફોન કરીને પ્રેમીને બોલાવ્યો હતો અને તેને આવીને લઇ જવા માટે કહ્યું હતું. એ પછી પ્રેમી બજાર આવ્યો અને ત્યાંથી તેને લઇને બેગૂસરાય ચાલ્યો ગયો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.