પતિ-પત્ની વચ્ચે ઝગડા, મતભેદ કે આજકાલ છૂટાછેડા સામાન્ય થઈ ગયા છે. આના કારણો પણ હવે સામાન્ય લાગવા લાગ્યા છે, પરંતુ અમદાવાદના અમરાઈવાડી પોલીસસ્ટેશનમાં પતિએ નોંધાવેલી ફરિયાદે સૌને ચોંકાવી દીધા છે. રસિક નામના ફરિયાદી પતિએ પત્ની અનિતા અને સાસુ હંસા પર આરોપ લગાવ્યો છે કે હંસાની મદદથી અનિતાએ પોતાના સ્ત્રીબીજ હોસ્ટિપલમાં વેચી નાખ્યા હતા અને આની જાણ પતિને કરવામાં આવી ન હતી. આજકાલ ફિમેલ એગ્સ કે સ્પર્મ્સ ડોનેશન કરવાનો એક ધીકતો ધંધો થઈ ગયો છે. મહિલા લગભગ 2019થી 2022 વચ્ચે આમ કરતી રહી હતી. રસિકના જણાવ્યા અનુસાર તેમનો ઘરસંસાર શરૂઆતના પાંચ વર્ષ સુખેથી ચાલ્યો હતો. તે બાદ અનિતાએ રસિકના માતા-પિતાને અલગ રહેવા મોકલી દીધા હતા.
રસિક પોતાનો પૂરો પગાર અનિતાને આપતો, પણ અનિતા એક પણ પૈસો બચાવતી નહીં અને એશોઆરામની જિંદગી જીવતી. બન્ને વચ્ચે ઝગડા થતા ને પછી સમાધાન થતું. એકવાર મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. જોકે ફરી બન્ને સાથે રહેવા લાગ્યા હતા. પણ રસિકના પગ હેઠેથી જમીન ખસી ગઈ જ્યારે તેને જાણ થઈ કે અનિતાએ પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરી અને રસિકની ખોટી સહી કરી હોસ્પિટલોમા પોતાના સ્ત્રીબીજ વેચી નાખ્યા હતા અને તે પૈસાથી તે મોજમજા કરતી.
આ મામલે રસિકે જ્યારે ઘરમા ઝગડો કર્યો ત્યારે રસિકા અને તેની માતાએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરાઈવાડી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આજકાલ મહિલાઓ પણ કેવા કેવા કારનામા કરી નાખે છે તેનો કેસ નમૂનો છે.