(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવીમાં એક ગાર્મેન્ટ ફેકટરીમાં બુધવારે બપોરના લાગેલી આગમાં એક ૬૨ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શક્ાયું નહોતું પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
ધારાવીમાં નાઈન્ટી ફીટ રોડ પર સાઈ હોટલ સામે અશોક મિલ કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળામાં આવેલી ગાર્મમેન્ટ ફેકટરીમાં આગ લાગી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડના ચાર ફાયર ઍન્જિન, ત્રણ જંબો ટેંકર અને બે ફાયર બાઈક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ગાર્મેન્ટ ફેકટરીમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન મશીનરી અને કપડામાં લાગી હતી. કપડાનું યુનિટ હોવાથી મોટી માત્રામાં કપડાનો સ્ટોક હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ
હતી. ફાયરબ્રિગેડ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી, એ દરમિયાન તેમને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા બાથરૂમમાં ફસાઈ ગયેલી મહિલાને બહાર કાઢી હતી અને તેને નજીકમાં આવેલી સાયન હૉસ્પિટલમાં દાખલ કરી હતી.
સારવાર અગાઉ જ મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતક મહિલા ૬૨ વર્ષની હોઈ તેનું નામ ઉષા લોંઢે હતું. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જાણવા મળશે એવું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
ધારાવીમાં ગાર્મેન્ટ ફેકટરીની આગમાં મહિલાનું મોત
RELATED ARTICLES