Facebook પર અમૃતા ફડણવીસ માટે અપમાનજનક ટિપ્પણી કરનારી મહિલાની ધરપકડ

આમચી મુંબઈ

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ માટે ફેસબુક પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા પ્રકરણે મહારાષ્ટ્ર સાયબર વિભાગે થાણેથી મહિલાની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી યુવતી મોરચાની અધ્યક્ષ છે. ફરિયાદીના કહેવા અનુસાર ૭ સપ્ટેમ્બરે તે ફેસબુક પર સર્ફિંગ કરી રહી હતી ત્યારે ગણેશ કપૂર નામના પ્રોફાઈલ પર તેની નજર પડી હતી. આ એકાઉન્ટ પર અમૃતા ફડણવીસની તસવીર પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.
ફરિયાદીએ આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં આ ફેસબુક પ્રોફાઈલ જે આઈપી એડ્રેસ પરથી તૈયાર કરાયો હતો તે થાણેમાં રહેતી એક મહિલાનું હોવાનું જણાયું હતું. આવા પ્રકારની ટિપ્પણી કરવા બદલ નવેમ્બર, ૨૦૨૧માં તેનું ઑરિજિનલ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસ તપાસ અનુસાર આરોપી મહિલાએ ગણેશ કપૂર નામે બોગસ એકાઉન્ટ બનાવી તેના માધ્યમથી અમૃતા ફડણવીસ માટે અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. વધુ તપાસ માટે પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.