બાપ રે! યુવતીના મોતનું કારણ બન્યું ‘હિજાબ’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઈરાનની કટ્ટરપંથી સરકારે મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત કરી નાંખ્યો છે ત્યારે જે મહિલાઓ સરકારી આદેશનું પાલન નથી કરતાં તેની ધરપકડ કરીને અત્યાચાર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 22 વર્ષની મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી અને તેણે હિજાબ નહોતો પહેર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્રણ દિવસ બાદ એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ પોલીસ કસ્ટડીમાં તેના મોતના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.

ઈરાનની મીડિયા રિપોર્ટ અનુસાર, અમિનીની ધરપકડ બાદ કેટલાક કલાકો માટે તે કોમામાં જતી રહી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરિવારે કહ્યું, મહસાને કોઈ બીમારી નહોતી. તે એકદમ સ્વસ્થ હતી, પરંતુ તેનું મોત શંકાસ્પદ રીતે થયું હોવાનું કહેવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહસાના પોલીસ સ્ટેશન પહોંચતાં અને હોસ્પિટલ માટે લઈ જવાની વચ્ચે શું થયું એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઈરાનમાં માનવાધિકાર હિંસા પર નજર રાખતી ચેનલે કહ્યું હતું કે અમિનીનું મોત માથામાં ઈજા થવાથી થઈ છે.
ઈરાનમાં 1979માં હિજાબ ફરજિયાત કરવામાં આવ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને એને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું.
માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું હતું કે પોલીસ પર અત્યાચારના આરોપો લાગ્યા છે. 22 વર્ષીય મહસાની પોલીસ કસ્ટડીના કેસમાં મોતની તપાસ થવી જોઈએ. પોલીસે બળજબરીથી હિજાબ કાયદો લાગુ કરવા માટે તેની ધરપકડ કરી હતી. 3 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા પછી તેનું મૃત્યુ થયું હતું.
ઈરાનના એવા દેશોમાંથી એક છે, જ્યાં ઈસ્લામિક હિજાબ પહેરવો ફરજિયાત છે. મંગળવારે ઈરાની મહિલાઓએ સમગ્ર દેશમાં એન્ટી હિજાબ કેમ્પેન શરૂ કરી હિજાબ વગરનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આમ કરીને મહિલાઓએ ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના કડક હિજાબ નિયમો તોડ્યા હતા. આ માટે સોશિયલ મીડિયા પર No2 Hijab હેશટેગ પણ ચલાવવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.