કાર્તિક આર્યન સાથે આશિકી કરવા તલપાપડ છે આ અભિનેત્રીઓ, લાગી લાંબી લાઈન

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘આશિકી 3’ ને લઈને ચર્ચાનું કારણ બન્યો છે ત્યારે કાર્તિક સાથે આ ફિલ્મમાં કઈ હિરોઈન રોમાન્સ કરશે એ જાણવા ચાહકો આતુર થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કાર્તિક સાથે રોમાન્સ કરવા માટે શ્રદ્ધા કપૂર, જેનિફર વિંગેટ,દીપિકા પદુકોણ, ક્રિતી સેનન, દિશા પટાણી, સારા અલી ખાન, રશ્મિકા મંધાના અને જાન્વી કપૂર જેવી અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા છે. મેકર્સ આ અભિનેત્રીઓમાંથી લીડ તરીકે કોને પસંદ કરવી એ અંગે મૂંઝવણમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂરે આદિત્ય રોય કપૂર સાથે આશિકી 2 ફિલ્મમાં કામ કર્યું હતું અને થિયેટરમાં આ ફિલ્મે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે કાર્તિક સાથે કઈ અભિનેત્રી જોડી જમાવશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.