Homeઆમચી મુંબઈહાથમાં મશાલ, શિવાજી મહારાજને નમન, કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી

હાથમાં મશાલ, શિવાજી મહારાજને નમન, કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી

કન્યાકુમારીથી નીકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશી ચુકી છે. યાત્રાના 61મા દિવસે રાહુલ ગાંધી સોમવારે સાંજે તેલંગાણાના મેનુરુ ગામથી આગળ વધી મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા હતા. રાહુલ ગાંધી હાથમાં મશાલ લઈને નાંદેડથી રાજ્યમાં પ્રવેશ્યા હતા. મહારાષ્ટ્રની ધરતી પર પગ મૂકતાંની સાથે જ રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજને નમન કર્યા હતા. સાથે સાથે તેમણે મહાત્મા બસવેશ્વર, મહાત્મા જ્યોતિબા ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર,  અહિલ્યા દેવી હોલકર, અન્નાભાઉ સાઠેની મૂર્તિઓને પુષ્પાંજલિ અર્પી હતી.

“>

સોમવારે રાત્રે રાહુલ ગાંધી સાથે પાર્ટીના હજારો કાર્યકરો નાંદેડ જિલ્લાના દેગલુરથી હાથમાં મશાલ લઈને પ્રવેશ્યા હતા. તેલંગાણાના કોંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડીએ બે રાજ્યોની સરહદ પર તેમના મહારાષ્ટ્રના સમકક્ષ નાના પટોલેને ત્રિરંગો સોંપ્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીનું મરાઠા શૈલીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે દક્ષિણના રાજ્યની યાત્રા પૂરી થઇ છે.

આ પ્રસંગે રાહુલ ગાંધીએ દેગલુરમાં હજારોની ભીડને સંબોધિત કરી હતી. તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ના નારાથી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ગર્વની વાત છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના આશીર્વાદથી મહારાષ્ટ્રમાં પદયાત્રાની શરૂઆત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આજે દેશમાં અનેક સળગતી સમસ્યાઓ છે પરંતુ કેન્દ્ર સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. આ સરકાર ચાર-પાંચ પુંજીપતિઓ માટે જ કામ કરી રહી છે. નોટબંધીથી દેશમાં નાના ઉદ્યોગો અટકી ગયા. 400 રૂપિયાનો ગેસ સિલિન્ડર 1100 રૂપિયા અને પેટ્રોલ, ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના વિશે એક શબ્દ પણ બોલતા નથી.

આજે ગુરુ નાનક જયંતિ પર રાહુલ ગાંધી નાંદેડ જિલ્લામાં ગુરુદ્વારા પહોંચ્યા અને પ્રાર્થના કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેસરી પાઘડી પણ પહેરી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ ગુરુદ્વારામાં સૌહાર્દ અને સમાનતા માટે પ્રાર્થના કરી.

“>

 

RELATED ARTICLES

Most Popular