દેશનાં ઘણાં બધાં નાનાં સેન્ટરમાં એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓથી આધુનિક વિકાસ થયો છે, પરંતુ વેધર સિસ્ટમ માટે ખાસ કોઈ અપડેશન જોવા મળ્યું નથી, જેની સૌથી વધારે અને પ્રાથમિક જરૂરિયાત છે
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ટેકનોલોજીના માધ્યમ પરથી ઘણા બધા ફેરફારો માનવજીવન માટે રેડ કાર્પેટ સમાન બન્યા છે. એક બાજુ ઉનાળાના ઇંધણ વચ્ચે માવઠાંને સરપ્રાઈઝ આપી છે એવા સમયે ઘણી બધી આગાહી અણધારી બની છે. એક બાજુ કેરીની સીઝન આવી રહી છે તો બીજી તરફ કિસાન ભાઈઓએ માથે હાથ દઈને રડવું પડે એવી દશા છે. જ્યારે પણ આગાહીઓ કરવામાં આવે છે ત્યારે હવામાનની ચોક્કસ પરિસ્થિતિની સૌથી નજીક હોવાની વાત સામે આવે છે. હવામાનની સરકારી સંસ્થાઓ સામે ખાનગી એજન્સીઓની કેટલીક હાથવગી એપ્લિકેશન ખરા અર્થમાં ઉપયોગી પુરવાર થઈ છે.
માત્ર સ્કાયમેટ અને વેધર એપ સુધી જ મોટાભાગના લોકોને ઓરિજિનલ ટેકનોલોજીની ખબર હોય છે. આ બન્ને સૌથી વધારે પોપ્યુલર હોવાના કારણે લોકો તેને ઓળખે છે. પરંતુ વેધર સેક્સનમાં ઘણી બધી એવી કોમ્પ્યુટર બેઝ્ડ સિસ્ટમ કામ કરી રહી છે જેમાં હવામાનના જુદા જુદા ક્ષેત્રો વિશે ખૂબ બારીકાઈથી અવલોકનને સમજી શકાય છે. વરસાદી આફત હોય કે શિયાળાનો પ્રકોપ આ ટેકનોલોજી એક વોચ ડોગ જેવું કામ કરે છે. જે પૈકીની એક છે ગ્રાફ સિસ્ટમ. જેનું પૂરું નામ છે ગ્લોબલ હાઈ રિઝોલ્યુશન એટમોસ્ફેરિક ફોરેસ્ટિંગ સિસ્ટમ. જેને દેઇયુઝ નામના સુપર કોમ્પ્યુટર ઉપર વરસાદનું અનુમાન કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. આખી સિસ્ટમ માત્ર વેધર રડાર, મોનિટરિંગ કે સેટેલાઈટ કોમ્યુનિકેશન જ નથી કરતી પરંતુ એરલાઇન્સ પર લાગેલા સેન્સર અને મોબાઇલની કનેક્ટિવિટી
સુધી પહોંચીને વાતાવરણની લેટેસ્ટ અપડેટ આપી શકે છે.
સતત બાર કલાકમાં કેવા ફેરફાર થઈ શકે એની રેન્જ શું હોઈ શકે ત્યાં સુધીનું અનુમાન લગાવવા માટે સિસ્ટમ સક્રિય છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે માત્ર ૪ કિમી. માં ફેલાયેલી કોઈ ચોક્કસ વેધર સિસ્ટમને જોવી હોય તો પણ શક્ય છે. એટલું જ નહીં દર કલાકની અપડેટ અને ડાયરેક્શન સુધી તમામ વસ્તુ એક જ સ્ક્રીન પર શેર કરી શકે છે. અત્યારે દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે એવા સમયે સૌથી મોટા કોન્ટ્રાસ સમાન સમાચાર એ છે કે બ્રિટન તેમ જ કેનેડામાં હિમવર્ષાએ નાકે દમ લાવી દીધો છે. રસ્તા ઉપર વાહન કરતાં બરફના થર વધારે જોવા મળી રહ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક ટુલ્સ સામાન એંધાણ આપવા માટે સક્રિય છે. પરંતુ જ્યાં સુધી વિશ્ર્લેષણની વાત આવે છે ત્યાં સુધી ડેટા પ્રોસેસિંગ હજુ પણ ઘણા ખરા અંશે કાચું છે.
દેશના ઘણા બધા એવા નાના સેન્ટરમાં એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓથી આધુનિક વિકાસ થયો છે પરંતુ વેધર સિસ્ટમ માટે ખાસ કોઈ અપડેશન જોવા મળ્યું નથી જેની સૌથી વધારે અને પ્રાથમિક જરૂરિયાત છે. જ્યાં બાર ગામે બોલી બદલાય ત્યાં કોઈ એક પ્રાંતના બે જુદા જુદા વિભાગના વાતાવરણ ક્યારેય સરખા નથી જ રહેવાના. ડિજિટલ ડેટાબેઝ એનાલિસિસ પ્રોગ્રેસિવ સિસ્ટમને સૌથી જૂની અને પ્રાચીન કહી શકાય એવી આગાહી ની પદ્ધતિ માનવામાં આવે છે.
વેધર એનાલિસિસમાં એક્યુરસીની સાથે મોનિટરિંગ મહત્ત્વનું છે. એ કેવું મોનિટરિંગ કે જે કોન્સ્ટન્ટ થતું રહેવું જોઈએ. જેની દરેક ડેટા અને સિગ્નલ સિસ્ટમ પર બાજ નજર રહેવી જોઈએ. વેધરના ક્ષેત્રમાં દરેક જગ્યાએ સેટેલાઈટ કામ નથી આવતી જેટલા ગ્રાઉન્ડ પરના ઓટોમેશન સિસ્ટમ કામ આવતા હોય છે.
એક રિપોર્ટ અનુસાર કેનેડા તેમજ અમેરિકામાં હવે વેધર એનાલિસિસ માટે એક એવી સિસ્ટમ તૈયાર થાય છે જેમાં ડેટા ડિજિટલ હોય કે મેન્યુઅલ એક્યુરેસી અને રિપોર્ટ તૈયાર કરવા ખૂબ સરળ બની જશે. કોઈપણ વાતાવરણને એક સિસ્ટમ વગર વ્યાખ્યાયિત કરવું ખરેખર કઠિન છે. આમ પણ ગમે એટલી ટેકનોલોજી અપડેટ થાય સતત અને સખત બદલતા વાતાવરણને મોનિટરિંગ કરવું ખરેખર મુશ્કેલ કામ છે. ગ્રેવિટી,પ્રેશર, ટેમ્પરેચર અને મોઇસ્ચર આ દરેક વસ્તુ માટે અલગ અલગ મેથડ હોય છે જેને ચોક્કસ પેટન્ટમાં અભ્યાસ કરવામાં આવે તો જ એક રિપોર્ટ ફાઈલ થઈ શકે. વેધર એનાલિસિસ કરતી કોઈપણ સંસ્થામાં તેના ચોક્કસ વેધર મોડલ હોય છે જેને અનુસરીને વેધરના રિપોર્ટ સમયાંતરે તૈયાર કરવામાં આવે છે.
કોઈપણ વેધર એનાલિસિસમાં પાયાની વસ્તુ સૌથી નજીકનું પ્રેડિક્શન છે. જેમાં કઈ પળે વાતાવરણ, કેવી રીતે પલટાશે, વાતાવરણમાં શું પલટાશે. આ તમામ મુદ્દાઓ સચોટ અને સ્પષ્ટ થવા જોઈએ એ દરેક સંસ્થાની પ્રાથમિકતા રહેલી છે. જેમાં મેથેમેટિક્સ અને જિયોગ્રાફિક સિચ્યુએશન સૌથી વધારે સ્થાન ધરાવે છે. કોઈપણ વેધર એનાલિસિસમાં આ બે પાસાને પાયા તરીકે માનવામાં આવે છે. વેધર એનાલિસિસ ક્ષેત્રે થતાં ચોક્કસ પ્રકારના કોર્સમાં તો ત્યાં સુધીની વ્યાખ્યા છે કે મર્યાદિત સમયમાં વાતાવરણમાં થતા ફેરફારને વેધર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જ્યારે લાંબા સમયે વાતાવરણમાં થતા ફેરફારને ક્લાઈમેટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં ખૂબ મોટા કહી શકાય એવા પરિણામ સામે દ્રશ્યમાન થવાના હોય છે. આ સમગ્ર કન્ડિશન પાછળ ટેકનોલોજી એવી રીતે જોડાયેલી છે કે જે દરેક પરિસ્થિતિ સાથે મેચ કરીને આંકડાકીય માહિતી જનરેટ કરે.
રડાર ટેકનોલોજીથી સૌથી મોટો ફાયદો એ થયો હતો કે કોઈપણ વેધરની વીજવેગે માહિતી હાથવગી બની હતી. પરંતુ એ સમયે પણ રડાર બેઇઝ ટેકનોલોજીની ચોક્કસ એપ્લિકેશન પર અમુક મર્યાદાઓ હતી. ખરેખર તો દરેક જિલ્લા લેવલે અમુક વેધર કેન્દ્રો નાના પાયા ઉપર કાર્યરત કરવા જોઈએ જેમાં બેઝિક મોડલ અને પાયાના વેધર એનાલિસ્ટ ટૂલ જરૂરી છે જેથી કરીને ગ્રામ્ય પંથક સુધી કોઈ આફત પહોંચતા પાકને મોટી નુકસાનીથી યુદ્ધના ધોરણે બચાવી શકાય.
હકીકતમાં આપણા દેશમાં આબોહવાને કારણે સૌથી વધારે ખોટ ખેતી ક્ષેત્રને ખાવી પડે છે. આ માહોલમાં આવી ટેકનોલોજી પાયાનું કામ એ કરી શકે કે દરરોજ આવા રિપોર્ટથી ખેડૂતોના આયોજનમાં પરિણામલક્ષી પરિવર્તન આવે. (સંપૂર્ણ)ઉ
આઉટ ઓફ ધ બોક્સ
સમયાંતરે કોઈપણ માણસ બીજા માણસ પાસે પરખાઈ જતો હોય છે, પરંતુ લાગણી સાચી અને સારી હોય તો કપરી સ્થિતિમાં પણ બીજા સાથે કે બીજા પાસે સચવાઈ જતો હોય છે બસ આનો અહેસાસ ન ભુલાય એનું નામ સંબંધ.