વર્ક ફ્રોમ હોમ ઘટતા અને ઓફલાઈન સ્કૂલો ચાલુ થતા ગુજરાતમાં મોબાઈલના ઉપભોક્તા ઘટ્યા

આપણું ગુજરાત

જુલાઈ, ૨૦૨૧માં સાત કરોડ કનેક્સન હતા જે ઘટીને ૬.૭ કરોડ થઈ ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાનું હોવાથી તેમ જ શિક્ષણ પણ મોબાઈલ દ્વારા ઓનલાઈન મળતું હોવાથી મોબાઈલ કંપનીઓના જોડાણમાં ધરખમ વધારો થયો હતો, જે ધીમે ધીમે ઘટી રહ્યો છે અને દર મહિને સબસ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો નોંધાતો હોવાનું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
લોકોએ હવે વધારાના કનેક્શન કઢાવી નાખ્યા છે. વર્ષ ૨૦૨૧ના જુલાઈ મહિનામાં જોડાણોની સંખ્યા ૭.૦૧ કરોડ હતી જે હવે ઘટીને જુલાઈ-૨૦૨૨માં ૬.૭ કરોડ થઈ ગઈ છે. જોડણો ઓછા થવાનું એક કારણ દરેક કંપનીએ વધારેલા ભાવ પણ છે. લોકો એક કરતા વધારે જોડાણ જરૂર ન હોય તો રાખવાનું ટાળે છે. અમુક જોડાણ વપરાય નહીં તો ત્રણ મહિનામાં આપોઆપ બંધ થઈ જાય છે. ગુજરાત દેશના આઠ રાજ્યોમાંનું છે, જ્યાં જુલાઈ મહિનામાં સો ટકા લોકો પાસે મોબાઈલ હતા. ગ્રામીણ વિસ્તારોમાં ૭૩ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૧૩.૫૩ ટકા મોબાઈલ હતા. જોકે માત્ર ગુજરાત જ નહીં દેશના મોટાભાગના રાજ્યોમાં મોબાઈલ જોડાણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું અહેવાલમાં જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.