અભિનેતામાંથી રાજનેતા બનેલા પરેશ રાવલે ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે. ગુજરાતમાં બીજેપી માટે પ્રચાર કરવા આવેલા પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ શરૂ થયો છે.
ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે તે સસ્તા થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. પછી તમે ગેસ સિલિન્ડર ખરીદીને શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?”
પરેશ રાવલે ગુજરાતીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતની જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ એમને(રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી સર્ણાર્થીઓને) નહીં. વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાંથી એક વ્યક્તિને મોં પર ડાયપર પહેરવાની જરૂર છે.
હવે પરેશ રાવલના આ નિવેદનને લઈને લઈને વિપક્ષી નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે. લોકો તેમની આ ટીપ્પણીને બંગાળીઓને ઉદ્દેશીને કરેલી ‘હેટ સ્પીચ’ કહી રહ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, બાબુભાઈ આપ તો ઐસે ના થે… જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં પ્રવેશ કરે છે, તો તેનો અર્થ એ છે કે ગૃહપ્રધાન તેમનું કામ સારી રીતે કરી રહ્યા નથી કે પછી તમે એમ કહી રહ્યા છો કે BSF સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરી રહ્યું નથી?
‘સસ્તા ગેસ સિલિન્ડરનું શું કરશો, બંગાળીઓ માટે માછલી રાંધશો?’- પરેશ રાવલના નિવેદન પર વિવાદ
RELATED ARTICLES