હાર્ટ એટેક અત્યારના સમયમાં એક એવી સમસ્યા છે કે જે કોઈને પણ ક્યારેય પણ નડી શકે છે અને એમાં પણ જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ બણ બની શકે છે. એમાં પણ અત્યારે શિયાળામાં તો હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ તમને ખબર છે કે રોજ તમે સ્નાન કરો છો અને સ્નાન કરતી વખતે તમે જો નાનકડી ભૂલ કરશો તો હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. જી હા, કોઈ ટાઢા પહોરના ગપ્પા નથી, પણ હકીકત છે અને આ જ વિશે આપણે આજે અહીં વાત કરીશું કે આખરે એવી કઈ ભૂલો છે જે સ્નાન કરતી વખતે ટાળવામાં આવે તો હાર્ટ એટેક આવવાના જોખમને ટાળી શકાય.
શિયાળામાં આમ પણ સ્નાન કરવું એ એક પ્રકારનો ટાસ્ક જ છે, પણ સ્નાન કરતી વખતે કરવામાં આવતી એક નાનકડી ભૂલ તમારા જીવ સામે જોખમ ઊભું કરી શકે છે. ઘણા લોકોને શિયાળામાં પણ ઠંડા પાણીથી સ્નાન કરવાની આદત હોય છે, પણ આ આદત સદંતર ખોટી છે. તો વળી કેટલાક લોકો શિયાળામાં એકદમ કડકડતાં ગરમ પાણીથી સ્નાન કરવાની ટેવ હોય છે અને આ ટેવ પણ ખોટી જ છે. એટલું જ નહીં આ આદત પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
હવે તમને થશે કે જો ઠંડા અને કડકડતાં ગરમ પાણીથી સ્નાન નહીં કરવું જોઈએ તો આખરે કેવા પાણીથી સ્નાન કરવું જોઈએ શિયાળામાં તો આ રહ્યો તમારા સવાલનો જવાબ… શિયાળામાં હુંફાળા કે નવશેકા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હુંફાળા પાણીથી સ્નાન કરવાને કારણે શરીર પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી અને એટલું જ નહીં પણ શરીરનું તાપમાન પણ સ્થિર રહે છે. સાચું જણાવવાનું થાય તો હુંફાળું પાણી શરીરનું તાપમાન વધારે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારવામાં નિમિત્ત બને છે.
શિયાળામાં તમે જ્યારે ઠંડા પાણીથી સ્નાન કરો છો તો શરીરના રુંવાટા ઊભા થઈ જાય છે અને આપણું બોડી એ રીતે રિએક્ટ કરે છે કે જાણે કોઈ ઈમર્જન્સી હોય. આને કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને હૃદય વધુ જોરથી લોહી પંપ કરે છે. આ પરિસ્થિતિમાં બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થઈ જાય છે, જેને કારણે આપણે થરથર કાંપવા લાગીએ છીએ અને આને કારણે આપણા હાર્ટ પર પણ વધારાનું દબાણ આવે છે. આ બધાને કારણોને લીધે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.
એટલે હવે શિયાળામાં શક્ય હોય ત્યાં સુધી સ્નાન કરતી વખતે આ ભૂલો કરવાનું ટાળજો, તો જ હાર્ટ એટેકને દૂર રાખી શકશો…
સ્નાન કરતી વખતે થતી આ ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે…
RELATED ARTICLES