Homeદેશ વિદેશઆજથી સંસદનું શિયાળુસત્ર: સરકાર ૧૬ વિધેયક રજૂ કરશે

આજથી સંસદનું શિયાળુસત્ર: સરકાર ૧૬ વિધેયક રજૂ કરશે

ભારત-ચીન સરહદના વિવાદ સહિતના જુદા જુદા મુદ્દે કૉંગ્રેસ સરકારને ઘેરવા સજ્જ

નવી દિલ્હી: સંસદનું શિયાળુસત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. એક તરફ સરકાર આ સત્રની ૧૭ બેઠક દરમિયાન જુદા જુદા ૧૬ ખરડા રજૂ કરવાની યોજના ઘડી રહી છે તો બીજી તરફ કૉંગ્રેસ સરકારને ભારત-ચીન સરહદ સહિતના જુદા જુદા મુદ્દે ભીંસમાં લેવાની ફિરાકમાં છે.
આ સત્ર દરમિયાન કૉંગ્રેસ ફુગાવો, મોંઘવારી, જીએસટીનો ઊંચો દર, નિકાસ અને રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડા જેવા મુદ્દાઓ પણ ચર્ચા માટે ઊપાડી લે તેવી શક્યતા છે.
સંસદના શિયાળુસત્રમાં સરકાર જે બિલ રજૂ કરવા માગે છે તેમાંથી ત્રણ બિલ (બાયોલોજિકલ ડાયવર્સિટી અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૨, મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટિસ અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૨ અને ફોરેસ્ટ ક્ધઝર્વેશન અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૨)ની વિરુદ્ધમાં અમે છીએ, એમ કૉંગ્રેસે કહ્યું હતું. સરકાર જે નવા ૧૬ બિલ રજૂ કરવા માગે છે
તેમાં મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ
સોસાયટિસમાં ચૂંટણી પ્રક્રિયામાં સુધારા અને જવાબદારી વધારવાની માગણી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં યોજાનારા બજેટસત્રનું પ્રથમ સત્ર મોટાભાગે સંસદની નવી ઈમારતમાં યોજવામાં આવે એવી શક્યતા છે.
લોકસભા અને રાજ્યસભાના સભ્યોને રાષ્ટ્રપતિના સંબોધન સાથે પ્રથમ સત્રનો આરંભ થશે.
સંસદનું શિયાળુસત્ર ૨૯ ડિસેમ્બર સુધી ચાલશે. ૨૩ દિવસના આ સત્રમાં ૧૭ વખત બેઠક યોજાશે. (એજન્સી)
———–
મહિલા અનામત ખરડો ફરી કેન્દ્રસ્થાને
નવી દિલ્હી: સંસદના શિયાળુસત્ર અગાઉ મહિલા અનામત ખરડો ફરી કેન્દ્રમાં આવી ગયો છે. એક સમયે જનતા દળ (યુ) સહિતના જુદા જુદા અનેક વિપક્ષ આ ખરડાનો વિરોધ કરી રહ્યા હતા. હવે આ જ વિપક્ષો આ ખરડો સંસદના શિયાળુસત્રમાં રજૂ કરવાની અને તેને મંજૂરી આપવાની માગણી કરી રહ્યા છે. લોકસભા તેમ જ વિધાનસભામાં મહિલાઓ માટે એકતૃતિયાંશ બેઠક અનામત રાખવાની માગણી કરતો આ ખરડો સૌપ્રથમવાર વર્ષ ૧૯૯૬માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પણ અનેકવાર આ ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં આ ખરડાને રાજ્યસભામાં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪માં ૧૫મી લોકસભા બરખાસ્ત થયા બાદ આ ખરડો રદબાતલ થયો હતો. મહિલા અનામત ખરડાને રજૂ કરવાની અને તેને મંજૂરી આપવાની સંસદના શિયાળુસત્ર અગાઉ સરકાર દ્વારા મંગળવારે બોલાવવામાં આવેલી ચાવીરૂપ સર્વપક્ષીય બેઠકમાં માગણી કરવામાં આવી હતી. ગૃહ બરખાસ્ત થતાની સાથે જ લોકસભામાં અનિર્ણિત રહેલો કોઈપણ ખરડો રદબાતલ થઈ જાય છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular