Homeપુરુષશિયાળામાં તલનું તેલ વાપરો, સ્વસ્થ રહો

શિયાળામાં તલનું તેલ વાપરો, સ્વસ્થ રહો

માથાની વાળની શરૂઆત કરીએ તો તલનું તેલ બીજા તેલની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ કણ ધરાવે છે તેથી વાળના મૂળ સુધી ઝડપથી પહોંચી જાય છે અને વાળને ખરતા અટકાવે છે. કાળા તલનું તેલ વાળને સફેદ થતાં અટકાવે છે. એટલું જ નહી બુદ્ધિને પણ તેજ બનાવે છે. શિયાળામાં કાળા તલમાંથી જે કચરિયું બનાવવામાં આવે છે તે મગજનું શ્રેષ્ઠ ટોનિક છે. આ ઋતુમાં બાળકોને ચૉકલેટ કે કૉફી ખવડાવવાના બદલે કચરિયું ખવડાવવામાં આવે તો તેમના મગજની શક્તિ ખીલી ઊઠે છે. તલને ચાવી ચાવીને ખાવા માત્રથી કે તલના તેલના કોગળા કરવાથી દાંતનાં પેઢાં મજબૂત બની જાય છે. પાયોરિયા સહિતના તમામ રોગ આ ક્રિયા નિયમિત કરવાથી દૂર થાય છે. શિયાળામાં ઠંડીના કારણે ચામડી રુક્ષ અને સૂકી બની જાય છે. તેના પર વાયુનાશક તલના તેલની માલિશ કરવાથી તે મુલાયમ અને સુંવાળી થાય છે. નિયમિત રીતે અઠવાડિયામાં એકવાર તલના તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના રોગ થતા નથી. મોટી ઉંમરે પણ કાનમાં બહેરાશ આવતી નથી. તલના તેલમાં શરીરના અંગેઅંગમાં ફેલાઇ જવાનો ગુણ છે. આથી હાથપગના સાંધા પર માલિશ કરવાથી સાંધામાં રહેવા વાયુનું ઝડપથી શમન થાય છે. અને સાંધા મજબૂત બને છે. જેને સંધિવાનો રોગ હોય તેને રાહત થાય છે. આયુર્વેદમાં વાયુનાશક પદાર્થ તરીકે સૌ પ્રથમ નામ તલનું લેવાય છે એટલે વાયુના રોગની સારવાર માટે જે મહાનારાયણ તેલનો ઉલ્લેખ થયો છે તેમાં મુખ્ય ઘટક તરીકે તલનું તેલ હોય છે. તલના તેલનું નિયમિત માલિશ કરવાથી રુધિરાભિસરણ નિયમિત બને છે જેથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે અને હૃદયને વધુ કાર્યક્ષમ બનાવે છે. હકીકતમાં તલ પરથી જ તેલ શબ્દ
આવ્યો છે. ઉ

RELATED ARTICLES

Most Popular