ગુજરાતની નજીકનું અને રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર હવે શિયાળો જામ્યો છે. ગુરુવારે માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આવા સંજોગોમાં નકી તળાવ સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓએ આલ્હાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે.
ઘણા સ્થળોએ લોકોએ બોનફાયરનો સહારો લેવો પડ્યો હતો. આબુની હોટલોમાં પ્રવાસીઓ પણ હીટરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. એક અઠવાડિયા પહેલા પણ માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહથી લોકોને ઠંડીથી રાહત મળી હતી.
હવે ફરી શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના મતે હવે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં જશે. મોટા પ્રમાણમાં ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ઠંડી વચ્ચે સહેલાણીઓ આનંદ લેતા નજરે ચડે છે.
શિયાળો જામ્યો: માઉન્ટ આબુમાં પારો ઝીરો ડીગ્રી સેલ્સીયસ, સહેલાણીઓમાં આનંદ
RELATED ARTICLES