વિન્ડફોલ ટેક્સનો ઘટાડો ઝાઝો ફળ્યો નહીં: સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટના ઉછાળા બાદ માત્ર ૪૪ પોઇન્ટના સુધારે પોઝિટિવ ઝોનમાં ટક્યો

14

મુંબઇ: અમેરિકાના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત મળવાથી વિશ્ર્વબજારમાં આવેલા સુધારા સાથે સ્થાનિક બજારમાં પણ ગુરુવારે સવારના સત્રમાં તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, આ મજબૂતી સાથે ફેડરલના હોકિશ સ્ટાન્સ માટે પણ કારણ મળવાના તર્ક વચ્ચે ઉછાળો ઉભરો સાબિત થયો હતો અને મોટાભાગના સુધારાના ધોવાણ સાથે માર્કેટ માત્ર ૪૪ પોઇન્ટના સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં ટકી શક્યો હતો.
એ નોંધવું રહ્યું કે, હજુ બુધવારના પાછલા સત્ર દરમિયાન અમેરિકામાં ફુગાવાનું સ્તર અપેક્ષા કરતા થોડું ઊંચુ રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ માટે વ્યાજદર વધારવાનું સબળ કારણ મળશે, એવી ભીતિ વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં આવેલી નરમાઇ સાથે સ્થાનિક બજાર પણ ગબડ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન સુસ્ત અને નરમ હવમાન પછી સત્રના અંતિમ તબક્કામાં ઇન્ડેક્સ હેવીવેઇટ આઇટી અને ઓટો સેકટરના શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં નિફ્ટી ૧૮૦૦૦ની ઊપર પહોંંચી ગયો હતો અને સેન્સેક્સે ૬૧૨૭૫ને આંબી ગયો હતો. ગુરુવારમા સત્રમાં સેન્સેક્સ ૬૧,૩૦૦ની ઉપર પહોંચ્યો છે.
ગુરુવારે સત્ર દરમિયાન ૪૦૭.૧૬ પોઇન્ટ અથવા તો ૦.૬૬ ટકાના ઉછાળે ૬૧,૬૮૨.૨૫ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૪.૪૨ પોઇન્ટ એટલે કે ૦.૦૭ ટકાની મજબૂતીની સાથે ૬૧,૩૧૯.૫૧ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો ૫ચાસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૦.૦૦ પોઇન્ટ એટલે કે ૦.૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૧૮,૦૩૫.૮૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૨૭,૮૬૧.૮૬ પોઇન્ટના પાછલા બંધ સામે ૨૫૦.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૯૦ ટકા વધીને ૨૮,૧૧૨.૭૬પ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે, એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૨૪,૬૪૧.૭૦ પોઇન્ટના પાછલા બંધ સામે ૨૨૮.૮૭ પોઇન્ટ અથવા તો ૦.૯૩ ટકા વધારાની સાથે ૨૪,૮૭૦.૫૭ પોઇન્ટની સપાટીએ બંધ થયો છે. અગ્રણી શેરોમાં ઓએનજીસી, ટેક મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ, નેસ્લે ઈન્ડિયા અને અદાણી પોર્ટ્સ ૧.૫૭-૫.૬૯ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ અને એચયુએલ ૦.૮૧-૧.૬૫ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોન, ઑયલ ઈન્ડિયા, સચેફ્લર ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પાવર ૪.૯૭-૮.૩૦ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં વેદાંત ફેશન્સ, રેમ્કો સિમેન્ટ્સ, અજંતા ફાર્મા, સીજી કંઝ્યુમર અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ૧.૭૮-૨.૨૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!