વિન્ડફોલ: નિફ્ટીએ ૧૬,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સ ૬૩૦ પોઇન્ટ ઊછળ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં તેજી રહેવા સાથે સ્થાનિક બજારમાં એફઆઇઆઇની લેવાલી અને સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં થયેલા ઘટાડા પાછળ સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે નવેસરની લેવાલીનો ટેકો મળતાં નિફ્ટીએ ૧૬,૫૦૦ની સપાટી વટાવી નાંખી હતી અને સેન્સેક્સે ૬૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો.
સત્ર દરમિયાન ૮૬૨.૬૪ પોઇન્ટ અથવા તો ૧.૫૭ ટકાના ઉછાળા સાથે ૫૫,૬૩૦.૨૬ પોઇન્ટની સપાટીને અથડાઇને બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રને અંતે ૬૨૯.૯૧ પોઇન્ટ અથવા તો ૧.૧૫ ટકાના ઘટાડા સાથે ૫૫,૩૯૭.૫૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૮૦.૩૦ પોઇન્ટ અથવા તો ૧.૧૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૫૨૦.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો. નિફ્ટીના પચાસમાંથી ૩૪ શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને ટીસીએસૃ જેવા ઇન્ડકેસ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ સડસડાટ આગળ વધ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ધીમી ગતિએ લેવાલી શરૂ કરી હોવાને કારણે પણ સેન્ટીમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. એફઆઇઆઇએ જૂન મહિનામાં પાંચ સત્રમાં લેવાલી કરી હતી.
સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો હોવાથી ઓએનજીસીના શેરમાં ચાર ટકાનો જ્યારે આરઆઇએલના શેરમાં ૨.૪૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. મૂડબજારમાં ફંડોના એનએફઓનો સળવળાટ વધ્યો છે. ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે ડીએસપી નિફટી મિડકેપ ૧૫૦ ક્વોલિટી ૫૦ ઇન્ડેક્સ ફંડની સાથે ૧૮મી જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશ કર્યો હતો અને આ એનએફઓ ૨૯મી જુલાઇએ બંધ થશે. આ કોવોલિટી ફોકસ્ડ ફંડ નિફટી મિડકેપ ૧૫૦ ઇન્ડેક્સના ૧૫૦માંથી ૫૦ શેર કવોલિટી સ્કોરને આધારે પસંદ કરી તેમાં રોકાણ કરશે, જેમાં રિટર્ન ઓન ઇક્વિટી, ફાઇનાન્શિયલ લિવરેજીસ અને અર્નિંગ પર શેર જેવી બાબતો ધ્યાનમાં લેવાશે.
એ જ રીતે, એસેટ મેનેજમેન્ટ કંપની મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બુધવારે ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ મીરા એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ લોન્ચ કર્યું છે. નવી ફંડ ઓફર ૨૧ જુલાઈથી ત્રીજી ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ફંડ માટેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૫૦ હાઇબ્રિડ કમ્પોઝિટ ડેટ ૫૦:૫૦ ઇન્ડેક્સ હશે. રોકાણકારો તેમાં રૂ. ૫૦૦૦ અને તે પછી તેના ગુણાંકમાં રોકાણ કરી શકશે અને તેમને ડાઇરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન, બંનેનો વિકલ્પ મળી શકશે. ભારતીય બજારોમાં આજે એક ટકાથી વધુ નોંધાવેલી તેજીમાં એક મોટુ યોગદાન તેલ અને ગેસ કંપનીઓનું છે. સરકારે ગેસોલિન એક્સપોર્ટ પર લગાવામાં આવેલ લેવીને પાછી લઈ લીધી છે. જ્યારે બીજા ઈંધણો પર લગાવામાં આવેલા વિંડફોલ ટેક્સમાં કપાત કરી છે. આ સમાચારની બાદ બજારમાં જોરદાર તેજી આવતી દેખાઇ છે.
આજે લગાતાર ચોથા દિવસે બજારમાં તેજી જોવાને મળી રહી છે. આ મહીને અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે ૫ાંચ ટકાની તેજી દેખાય છે. લેવી હટાવી દેવાથી ક્રૂડ ઓઇલના ઉત્પાદકો અને એક્સપોર્ટરોને મોટી રાહત મળી છે. સરકારે વિડફોલ ટેક્સ લગાવ્યાના ત્રણ સપ્તાહથી પણ ઓછા સમયમાં તેમાં કપાત કરી છે. આ બજાર માટે એક મોટી રાહત ભરેલા સમાચાર રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ૧ જુલાઈના એનર્જી કંપનીઓના ઈંટરનેશનલ બજારમાં કાચા તેલમાં આવેલા ઉછાળાથી થઈ રહેલા અપ્રત્યાશિત ફાયદાને જોતા તેના પર વિંડફોલ ટેક્સ લગાવામાં આવ્યા હતા પંરતુ છેલ્લા ૩ સપ્તાહના દરમ્યાન કાચા તેલના ગ્લોબલ પ્રાઈઝમાં ભારી ઘટાડો થયો છે જેનાથી તેલ ઉત્પાદકો અને રિફાઈનરીઝ બન્નેના પ્રોફિટ માર્જિનમાં ભારી ઘટાડો જોવાને મળ્યો છે. તેના સિવાય ગ્લોબલ ઈક્વિટી બજારોમાં આવેલી તેજી અને ડોલરમાં ઘટાડાએ પણ બજારના સેટિમેંટને સુધાર્યો છે. અમેરિકા બજારોમાં કાલે અમે ૩ ટકાના ઉછાળો જોવાને મળ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.