વેક્સિનેશન વગર વિમ્બલ્ડન વિજેતા

પુરુષ

દુનિયામાં ઘણા એવા માણસો છે જેમણે કોવિડ-૧૯ની રસી લીધી નથી. કેટલાક અભણ લોકો કે અંધશ્રદ્ધાળુઓ રસી ન લે એવા દાખલા ભારત સહિત અનેક દેશમાં બન્યા છે, પરંતુ વિદેશમાં ઘણા શિક્ષિત મહાનુભાવોએ પણ રસી લીધી નથી.
રસી લીધા વગર ઘણા દેશોમાંથી પાછો ફરેલો ૩૫ વર્ષનો સર્બિયાનો નોવાક યોકોવિચ વેક્સિનેશન ન લેવા બાબતે મક્ક્મ રહ્યો તોયે, સ્પેશિયલ કેસ તરીકે વિમ્બલ્ડનની પ્રતિષ્ઠિત ટેનિસ સ્પર્ધામાં રમ્યો. રમ્યો તો રમ્યો, પણ ફાઇનલમાં પણ પહોંચી ગયો. રવિવાર, તા. ૧૦ જુલાઈએ રમાયેલી ફાઇનલમાં જીતી ગયો. લગાતાર ચોથી વાર એ પુરુષ સિંગલમાં જીત્યો. આ સાથે તેણે કુલ સાત વાર વિમ્બલ્ડન મેચ જીતી. યોકોવિચ અને તેનું કુટુંબ રસી લેવાની વિરુદ્ધમાં છે.
થોડા મહિના અગાઉ તેના પિતાએ પણ જાહેરમાં કહ્યું હતું કે પૂરી દુનિયામાં રસી લેવી ફરજિયાત કે બંધનકર્તા ન હોવી જોઇએ. મારા દીકરાને રસી ન લેવાથી જે દેશમાં પ્રવેશ નહીં મળે ત્યાં નહીં રમે. જ્યાં પ્રવેશ મળશે ત્યાં રમશે, પણ એ રસી લેવાના પક્ષમાં નથી અને એ તેના વિચારને વળગી રહેશે. રસી લેવી એ રોગ૧પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી પ્રક્રિયા છે, પણ યોકોવિચ નામના આ ખેલાડીએ રસી લીધા વગર પણ પોતાની રોગપ્રતિકારક ક્ષમતા અકબંધ રાખી છે એટલું જ નહીં, તેણે વિમ્બલ્ડન જીતીને પોતાની કાર્યક્ષમતાનો પણ પરિચય આપ્યો છે. જોકે તમારે તમારા ફેમિલી ડૉક્ટરને પૂછ્યા વગર આવો કોઇ નિર્ણય લેવો નહીં, કારણ કે બધા કંઇ યોકોવિચ જેવા નીરોગી નથી હોતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.