Homeમેટિની૩૫ વર્ષ બાદ મણિરત્નમ અને કમલ હાસન સાથે કામ કરશે

૩૫ વર્ષ બાદ મણિરત્નમ અને કમલ હાસન સાથે કામ કરશે

દિલ ચાહતા હે-પાર્થ દવે

ભારતમાં અઢળક ગેન્ગસ્ટર ફિલ્મો બની છે. દક્ષિણ ભારતમાં અને હિન્દીમાં જુદી જુદી રીતે અન્ડરવર્લ્ડની દુનિયા રજૂ થઈ છે. આ ફિલ્મોમાં શિરમોર કહી શકાય તેવી ફિલ્મ ૧૯૮૭માં આવી, નાયકન’. મણિ રત્નમ દિગ્દર્શિત નાયકન’માં કમલ હાસને તમિલનાડુથી મુંબઈ આવીને ગેન્ગસ્ટર બનતા વેલુ નાયકરનું પાત્ર ભજવ્યું હતું. સંગીત ઇલ્લિયારાજનું હતું. આ ફિલ્મ માટે કમલ હાસનને શ્રેષ્ઠ અભિનેતાનો, પી. સી. શ્રીરામને બેસ્ટ સિનેમેટોગ્રાફરનો
અને બેસ્ટ આર્ટ ડિરેક્શન માટે થોટા થરાનીને નેશનલ એવૉર્ડ મળ્યો હતો. તમિળની શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય એવૉર્ડ પણ ‘નાયકન’ને મળ્યો હતો.
વાત એમ છે કે, આ ડેડલી કોમ્બિનેશન ફરી સાથે આવી રહ્યું છે. મણિરત્નમ અને કમલ હાસન ૩૫ વર્ષ બાદ એક ફિલ્મ કરવા જઈ રહ્યા છે. ૬ઠ્ઠી નવેમ્બરે તેનું અનાઉન્સમેન્ટ થયું છે. ફિલ્મને અત્યારે ઊંઇં૩૪ નામ અપાયું છે. તેનું સંગીત એ. આર. રહેમાન આપવાના છે. કમલ હાસનની, લોકેશ કનગરાજ દિગ્દર્શિત ‘વિક્રમ’ ફિલ્મે ધમાકો કર્યો હતો. અત્યારે તેઓ શંકરની ‘ઇન્ડિયન ૨’ કરી રહ્યા છે. એચ. વિનોદની એક ફિલ્મ તથા મહેશ નારાયણની ફિલ્મમાં પણ કમલ હાસન દેખાવાના છે, તેવા સમાચાર હતા. મણિરત્નમ પણ પીએસ ૨ પર કામ કરવાના છે. આ બધા બાદ, કદાચિત મણિરત્નમ અને કમલ હાસન ફિલ્મ શરૂ કરે..
—————–
શંકરની ઐતિહાસિક ટ્રાયોલોજીમાં રણવીર સિંહ
PS1 બાદ ફરી ઐતિહાસિક તમિળ નવલકથા ‘વેલ પારી’ પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. ડિરેક્ટર છે એસ. શંકર અને અભિનેતા છે રણવીરસિંહ! ઇન્ડિયન, નાયક, અન્નિયન (અપરિચિત), શિવાજી – ધ બોસ અને રોબોટ જેવી મારફાડ ફિલ્મો બનાવનાર એસ. શંકર અત્યારે રણવીરસિંહ સાથે વિક્રમ અભિનીત ‘અપરિચિત’ની હિન્દી રિમેક બનાવી રહ્યા હતા, પણ તેના રાઈટ્સને લઈને કંઈક પ્રોબ્લેમ થયો અને હાલના રિપોર્ટ્સ મુજબ તે ફિલ્મ અટકી પડી. અપરિચિત’ ફિલ્મ દક્ષિણ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ ખાસી પોપ્યુલર છે. દર્શકોએ તે ટીવી પર જોઈ છે. તેની રિમેકની પણ રાહ જોવાઈ જ રહી છે, કેમ કે શંકર ઉપર સૌને ભરોસો છે. રણવીરસિંહ પણ કાબેલ અભિનેતા છે. આ ફિલ્મ તો હાલ અટકી છે, પણ અપરિચિત કરતાં પણ મોટા સમાચાર એ આવ્યા છે કે, શંકર તમિળ નવલકથા ‘વેલ પારી’ ઉપર ત્રણ ભાગની ફિલ્મ-સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. જેમાં રણવીરસિંહને મુખ્ય અભિનેતા તરીકે લીધો છે. તાજેતરમાં આવેલી મણિરત્નમની ફિલ્મ પીએસ ૧ (પોન્નિયિન સેલ્વન) ની જેમ ‘વેલ પારી’ પણ તમિળ ભાષાની ઐતિહાસિક નવલકથા છે. એસ. વેંકટેશને લખેલી આ નવલકથાને સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. અસલ ઘટનાઓથી પ્રેરિત આ નવલકથામાં એ તમામ એલિમેન્ટ્સ છે જે એક મસાલા ફિલ્મમાં હોવા જોઈએ. આમ પણ ડિરેક્ટર શંકર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા ઍક્શનની મદદ વડે લાર્જર ધેન લાઇફ હીરો રજૂ કરવા માટે જાણીતા છે. કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ પેન ઇન્ડિયા લેવલે, જુદી જુદી ભાષામાં રિલીઝ થશે. ૨૦૨૩ના મધ્યમાં તેનું શૂટિંગ શરૂ થશે. અત્યારે શંકર, કમલ હાસન અભિનીત ‘ઇન્ડિયન ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેઓ રામ ચરણ અને કિયારા અડવાણીને લઈને પણ એક ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું હાલમાં નામ છઈ૧૫ રાખવામાં આવ્યું છે.
—————–
‘સ્કેમ ૧૯૯૨’ ફેમ ઍક્ટ્રેસ અંજલિ બારોટને મળીએ…
જાણીતી સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’માં હર્ષદ મહેતાના પત્નીનું પાત્ર ભજવનાર અભિનેત્રી અંજલિ બારોટની તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ચબૂતરો’ રિલીઝ થઈ છે. અંજલિ મોટા મુંબઈમાં થયા છે, પરંતુ તેમના પિતા વડોદરા અને માતા સૌરાષ્ટ્રના છે. તેઓ કહે છે કે, ‘મારું ગુજરાતમાં આવવાનું મોટાભાગે ઉનાળા વેકેશનમાં થતું. પણ આ ફિલ્મના કારણે મારે અમદાવાદ આવવાનું થયું.’
અંજલિ બારોટે ‘સ્કેમ ૧૯૯૨’ પહેલા યુટ્યુબના શોર્ટ વીડિયો તથા મિનિ સિરીઝમાં કામ કર્યું હતું. તેમની અભિનયમાં આવવાની ઈચ્છા નાનપણથી હતી. તે માટે અંજલિએ એડવર્ટાઇઝીંગનો અભ્યાસ કર્યો. તે પ્રોડક્શન હાઉસમાં કામ કરતા હતા. બાદમાં ઑડિશન્સ આપવાની શરૂઆત કરી.
‘સ્કેમ ૧૯૯૨’ માટે મુકેશ છાબરાની ઑફિસમાંથી અંજલિને કોલ આવ્યો હતો. અંજલિ કહે છે, ‘ઑડિશનના રાઉન્ડ એક પછી મને કોલ આવેલો કે તમે શોર્ટ લિસ્ટેડ છો. આગળનું અમે તમને જણાવીશું. પણ એક વર્ષ સુધી કોઈ જ કોલ ન આવ્યો. બાદમાં મને સમાચાર મળ્યા કે તે પ્રોજેક્ટ આગળ નથી વધવાનો. પણ દોઢ વર્ષ પછી કોલ આવ્યો કે તમે જેનું ઑડિશન આપેલું તેનું શૂટિંગ શરૂ થવાનું છે. બાદમાં મારું બીજું ઑડિશન પણ થયેલું જેમાં હંસલ મહેતાએ મને અને પ્રતીક ગાંધીને સાથે રાખીને એક સીન કરાવ્યો હતો. બાદમાં અમારું કાસ્ટિંગ ફાઇનલ થયું અને પછી જે થયું તે સૌ જાણે છે!’
અંજલિ બારોટે ‘સ્કેમ ૧૯૯૨’ બાદ ‘ઘર સેટ હૈ’ નામની મિનિ સિરીઝ શૂટ કરી છે. ઉ

RELATED ARTICLES

Most Popular