નાગપુરઃ કોરોનામાંથી બે વર્ષ બાદ માંડ માંડ મુક્તિ મળી અને લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો ત્યાં તો ફરી એક વખત નવા વેરિયન્ટે માથુ ઉંચકીને સરકારની સાથે સાથે સામાન્ય નાગરિકોની ચિંતા પણ વધારી નાખી છે. છેલ્લાં કેટલાક દિવસમાં રાજ્ય સહિત કેન્દ્રમાં પણ કોરોનાની પરિસ્થિતી ચિંતાજનક છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ પાર્શ્વભૂમિને ધ્યાનમાં લઈને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સની નિમણૂક કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ રાજ્યમાં કોરોનાની શું સ્થિતિ છે એની માહિતી સરકારને આપશે. વિધાનસભાના શિયાળુ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. તેથી હવે ફરી પ્રતિબંધો લાગુ કરવામાં આવશે કે, ફરી માસ્ક ફરજિયાત પહેરવા પડશે કે એવા સવાલો નાગરિકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે એ બાબતને ધ્યાનમાં લઈને હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલાવવામાં આવ્યા છે અને ખબરદારીના પગલાં લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય સ્તરી બેઠક પણ યોજાશે, એટલે ત્યાર બાદ જ નાગરિકોને એક સ્પષ્ટ સિનારિયો મળી શકશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ફરી માસ્ક પહેરવા અને બહાર નીકળવા પર પ્રતિબંધો લાદશે રાજ્ય સરકાર?
RELATED ARTICLES