આજથી નવા આર્થિક વર્ષ 2023-24ની શરુઆત થઇ છે. આ આર્થિક વર્ષ 1 એપ્રિલ, 2023થી 31 માર્ચ 2024 સુધી હશે. જોકે આ આર્થિક વર્ષમાં અનેક નિયમો બદલાયા છે. આ બદલાયેલા નિયમોનો તમારા ખિસ્સાં પર મોટો પરિણામ થનાર છે. જેમાં ટેક્સમાં થયેલ બદલાવ સૌથી મહત્વનો છે. આજથી નવા ટેક્સ વેલ્યુએશન મુજબ નવા સ્લેબ લાગુ થયા છે. સાથે સાથે ટોલ પર મોંઘો થયો છે. પણ સાથે સાથે એલપીજી ગેસ સિલેન્ડર 91.50 રુપિયાથી સસ્તું પણ થયું છે. ત્યારે આ નવું આર્થિક વર્ષ તમારા ખિસ્સાં ખાલી કરશે કે પછી તમને ફાયદો કરાવશે તેની જાણકારી મેળવીએ.
આજથી આખા દેશના એક્સપ્રેસ વે અને હાઇ વે પરના ટોલ ટેક્સમાં વધારો થઇ શકે છે. દરેક વર્ષની શરુઆતમાં ટોલ ટેક્સમાં સુધારા કરવામાં આવે છે. ઘણાં એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર ટોલ વધારાની જાહેરાત અગાઉ જ કરવામાં આવી છે. હવે અહીં 18 ટકા વધારે ટોલ ભરવો પડશે. દિલ્લી–મેરઠ એક્સપ્રેસ વે અને NH-9 પર ટોલ ટેક્સ આજથી લગભગ 10 ટકા જેટલો વધારવમાં આવ્યો છે.
નવા ટેક્સ સ્લેબ પ્રમાણે 7 લાખ સુધીની આવક પર કોઇ પણ કર ભરવો નહીં પડે. આજે એલપીજી સિલેન્ડરના ભાવ પણ વધી શકે છે. દર મહિને એક તારીખે એલપીજી સિલેન્ડરના ભાવમાં ફેર બદ્દલ થતો હોય છે. જોકે ગુડન્યૂઝ એ છે કે એલપીજી સિલેન્ડરમાં 91.50 રુપિયાનો ઘટાડો થયો છે.. ઉપરાંત ઓનલાઇન ગેમમાં જીતેલી રકમ પર પણ 30 ટકા ટીડીએસ લાગશે.