Homeઆમચી મુંબઈશું દસમા-બારમાની પરીક્ષા પાછી ઠેલાશે?

શું દસમા-બારમાની પરીક્ષા પાછી ઠેલાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં બિનશૈક્ષણિક કર્મચારીઓએ દસમા અને બારમાની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. તેથી બોર્ડની પરીક્ષા પાછી તો નહીં ઠલવાય જાય એવી ચિંતા હવે વિદ્યાર્થીઓ સહિત વાલીઓને સતાવી રહી છે.
દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી ગયો છે. 21 ફેબ્રુઆરીથી બારમા (એચએસસી)ની પરીક્ષા ચાલુ થવાની છે. જોકે તે અગાઉ જ દસમા અને બારમાની પરીક્ષાના ટાઈમટેબલને મોટી અસર થવાની શક્યતા છે. બિનશૈક્ષણિક કર્મચારીઓએ પોતાની માગણીઓને લઈને પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
બિનશૈક્ષણિક કર્મચારી લાંબા સમયથી પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી તેના તરફ દુર્લક્ષ કરવામાં આવતું હોવાનો દાવો કરીને આ કર્મચારીઓ 13 ફેબ્રુઆરીના મોર્ચો કાઢવાના છે. જોકે તેમની માગણી પૂરી કરવામાં નહીં આવી તો પરીક્ષાના સમયમાં જ તેઓ બેમુદત હડતાળ પર ઊતરી જશે એવી ચીમકી મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શાળા શિક્ષકેતર સંઘટના મહામંડળે આપ્યો છે.
બિનશૈક્ષણિક કર્મચારીઓએ તાત્કાલિક નવી ભરતી કરવાની માગ કરી છે. બિનશૈક્ષણિક કર્મચારીઓને સેવા વર્ષ યોજનાનો લાભ આપવો, જૂની પેન્શન યોજના લાગુ કરવી. અનુકંપા નિયુક્તી પરની માન્યતા તાત્કાલ આપવામાં આવી. બિનશૈક્ષણિક કર્મચારીઓની હડતાળને કારણે મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ અગાઉ મોકૂફ થઈ ચૂકી છે. તેથી હવે દસમા-બારમાની પરીક્ષાનું શું થાય તેવો સવાલ ઊભો થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular