નવી દિલ્હીઃ આગામી દિવસોમાં દેશમાં સાકરના ભાવમાં વધારો થઈ શકે
છે, જેના માટે દેશના મુખ્ય સાકર ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં
ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના સાકરના કુલ
ઉત્પાદનમાં એક તૃતિયાંશ હિસ્સો મહારાષ્ટ્રનો છે, પરંતુ આ વખતે
વરસાદને કારણે શેરડીના પાકને સૌથી વધારે નુકસાન થયું હતું, તેથી
મહારાષ્ટ્રમાં સુગર મિલ્સ નિર્ધારિત સમય કરતા બે મહિના પહેલા બંધ થઈ
શકે છે, તેથી મહારાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સાકરનું ઉત્પાદન
સાત ટકા ઘટી શકે છે.
શરુઆતના મહારાષ્ટ્રમાં સાકરના ઉત્પાદનનું અનુમાન 138 લાક ટનથી વધુ
થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ઉત્પાદન
ઘટીને 129-130 લાખ ટન થઈ શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડામાં સૌથી
વધુ ફટકો પડ્યો છે, જેમાં વરસાદને કારણે પાકનું નુકસાન થયું છે.
મહારાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં પણ સાકરનું ઉત્પાદન ઘટવાને કારણે સાકરની
નિકાસ પર પણ કદાચ અસર પડી શકે છે.
એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં સાકરના ઉત્પાદનમાં ઘટાડા અંગે
પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી છે. જોકે, ઈથેનોલના નિર્માણ માટે પણ
શેરડીનો ઉપયોગ કરી શકાય છે. અગાઉ સાકરનું ઉત્પાદનનું અનુમાન 138
લાખ ટનથી વધારે વ્યક્ત કરવામાં આવ્યું હતું, પણ એ હવે ઘટાડીને 129-
130 લાખ ટન કર્યું છે. આ વર્ષે સૌથી વધુ વરસાદને કારણે શેરડીના પાક
પર અસર થઈ છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનામાં 45થી 60 દિવસ પૂર્વે
શેરડીની વાવણી બંદ કરવાની તૈયારી કરી છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સાકરનું
સર્વોત્તમ ઉત્પાદન થયું હતું, જેથી સરકારે 11.2 મિલિયન ટન સાકરની
નિકાસ કરી હતી. આ વર્ષે પણ કેન્દ્ર સરકારે ફક્ત 60 લાખ ટન સાકરની
નિકાસ કરવા માટે મંજૂરી આપી છે. હવે આ વર્ષે નિકાસ અંગે ફરી વિચાર
કરી શકે છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું
સાકર બનશે વધુ કડવી?
RELATED ARTICLES