Maharashtra Political Crisis: … તો હું રાજીનામુ આપવા માટે તૈયાર છું, જાણો શા માટે CM ઉદ્ધવ ઠાકરેએ આવું કહ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવના માધ્યમથી મોટું નિવેદન આપતા કહ્યું છે કે મારો એકપણ ધારાસભ્ય જો મારી સામે આવીને મને કહે કે હું તમને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતો નથી તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું આજે દુ:ખી છું, પણ સાથે સાથે મને આશ્ચર્ચ પણ થઇ રહ્યું છે. જો કોંગ્રેસ અને NCPએ કહ્યું હોત કે તેઓ મને મુખ્ય પ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી તો હું સમજી શક્યો હોત, પણ મારા લોકો જ મને મુખ્યપ્રધાન તરીકે જોવા નથી ઇચ્છતા તો હું શું કહી શકું? આજે સવારે કમલનાથે મને ફોન કર્યો, ગઇ કાલે શરદ પવારે પણ કોલ કર્યો હતો અને એમણે મને કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ અને અમને તમારા પર ભરોસો છે, પણ મારા લોકોને મારા પર ભરોસો નથી.

સુરત કે બીજે કયાય જવાને બદલે તેમણે અહીં આવીને મને મોઢા પર કહ્યું હોત તો કે તેઓ મને મુખ્ય પ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. અમે તમારુ રાજીનામું ઇચ્છીએ છીએ, તો હું આપી દેત. હું રાજીનામુ આપવા તૈયાર છું. મારી સામે આવો. હું રાજીનામુ સોંપી દઇશ. મારુ રાજીનામુ તમે જ રાજભવન લઇ જાવ. હું જઇ શકુ એમ નથી કારણ કે મને કોરોના થયો છે. હું ફરીથી લડીશ. મને કોઇ વાતનો ડર નથી.

મારી પાસે એ લોકો માટે પણ જવાબ છે જે લોકો કહે છે કે આ બાળાસાહેબની શિવસેના નથી. હું શિવસેનાના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપવા તૈયાર છું, પણ જે લોકોને મારી સામે વાંધો છે તેઓ મારી સામે આવીને વાત કરે. એકનાથ શિંદે બોલે તો હું મુખ્ય પ્રધાન પદ છોડવા તૈયાર છું. જો એકપણ ધારાસભ્ય મારી વિરુદ્ધ વોટ કરે તો તે મારા માટે શરમજનક છે. જો તમે લોકો (ધારાસભ્યો) ઇચ્છતા હોવ તે હું રાજીનામું આપી દઉં તો હું આપી દઇશ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.