બિડ જિલ્લાની ગ્રામીણ આરોગ્ય સેવા હલામાં દવાઓના અભાવે બિમાર સ્થિતિમાં છે. અહીં છેલ્લા પાંચ-છ મહિનાથી દવાઓની સખત ખોટ વર્તાઇ રહી છે. જિલ્લા આયોજન સમિતિ દ્વારા નિધી આપવા છતાં હજી સુધી દવાઓની ખરીદીની પ્રક્રીયા પૂર્ણ થઇ નથી. શું કોઇ એક દર્દીનો ભોગ લીધા બાદ દવાઓ આવશે? દવાના આભાવે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
એક મરાઠી વેબ પોર્ટલ પરથી મળતી માહીતી મુજબ જિલ્લા આયોજન સમિતિ દ્વારા દવાઓ માટે 4 કરોડનો નિધી ફાળવવામાં આવ્યો છે. જેની પ્રક્રિયા આઠ મહિના પહેલાં જ થઇ ગઇ છે. જોકે મુંબઇના આયોજન વિભાગ અને સ્થાનિક અધિકારીઓના દુર્લક્ષને કારણે હજી સુધા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાનું કારણ આપી હાથ ઝાટકવામાં આવી રહ્યા છે.
અહીં સર્દી, તાવ, ખાંસી વગેરે માટે એક પણ દવા ઉપલબ્ધ નથી. શ્વાનનું વેક્સીન, એસિડીટીની દવા, નાના બાળકો માટે આવશ્યક દવાઓ પણ અહીં ઉપલબ્ધ નથી. કુટુંમ્બ કલ્યાણ, શસ્ત્રક્રિયા માટે પ્રોમિથીયાઝીન, પેન્ટાઝીશીન જેવા ઇંજક્શન પણ નથી. કોઇને જખમ થયુ હશે તો ડ્રેસીંગ માટેનું સામાન પણ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે અહીંના આરોગ્ય કેન્દ્રો અને સરકારી દવાકાનામાં ખાલી દર્દીને તપાસવામાં આવી રહ્યા છે, દવાઓ માટે તેમને પૈસા ખર્ચ કરી પ્રાઇવેટ મેડિકલના ભરોસે છોડી દેવામાં આવ્યા છે.
Out of stock ….. 4 કરોડનું બજેટ, છતાં લોકો પ્રાઇવેટ મેડિકલ સ્ટોરના ભરોસે.
RELATED ARTICLES