શું જુનિયર એનટીઆર આરઆરઆર માટે ઓસ્કર નોમિનેશન જીતશે? હોલીવૂડ મેગેઝીન વેરાયટીની આગાહી યાદી આમ જણાવે છે

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત એસએસ રાજામૌલીની આરઆરઆર વિશ્વભરમાં વખણાઈ રહી છે. આ ફિલ્મે ભારતીય સિનેમાને ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવામાં સફળતા મેળવી છે. લોકપ્રિય અમેરિકન મીડિયા કંપની વેરાયટીએ તેમની ઓસ્કાર 2023ની આગાહી યાદીમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સંભવિત દાવેદાર તરીકે જુનિયર એનટીઆરનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એવું લાગે છે કે ઓસ્કાર 2023માં RRR મુખ્ય દાવેદાર હશે.
વેરાયટી મીડિયા હાઉસ દ્વારા બનાવવામાં આવેલી ઓસ્કાર માટે શ્રેષ્ઠ અભિનેતાની આગાહીની યાદીમાં, જુનિયર એનટીઆરને RRRમાં તેના અદ્ભુત અભિનય માટે સ્થાન મળ્યું છે. આ સાથે જુનિયર એનટીઆર મીડિયા હાઉસ દ્વારા ઓસ્કરની આગાહી યાદીમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા છે. વેરાયટી મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલ ઓસ્કાર 2023ની આગાહી યાદીમાં જુનિયર એનટીઆરનું નામ શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં જોવા મળ્યું છે. તે ઉપરાંત શ્રેષ્ઠ નિર્દેશકની યાદીમાં એસએસ રાજામૌલીનું નામ સામેલ કરવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ ફિલ્મમાં આરઆરઆરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જુનિયર એનટીઆરના ચાહકો તેમના મનપસંદ અભિનેતાનું નામ યાદીમાં જોઈને આનંદિત થઈ ગયા હતા. તેઓએ પોતાનો આનંદ વ્યક્ત કરવા ટ્વિટરનો સહારો લીધો હતો.
દિગ્દર્શક એસએસ રાજામૌલીની આરઆરઆર એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત કાલ્પનિક વાર્તા છે. આ બે ભૂમિકાઓ અનુક્રમે રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવી હતી. RRR ફિલ્મે જંગી સફળતા મેળવી અને વિશ્વભરમાં રૂ. 1100 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ ડીવીવી દનૈયા દ્વારા રૂ. 550 કરોડથી વધુના જંગી બજેટમાં બનાવવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.