Homeટોપ ન્યૂઝહવે ડ્રાઈવ કરવાનું થશે મોંઘું??!! જાણો કારણ...

હવે ડ્રાઈવ કરવાનું થશે મોંઘું??!! જાણો કારણ…

મોંઘવારીની વધુ એક માર પહેલી એપ્રિલથી આમ જનતાને ભોગવવી પડશે. નેશનલ હાઇવે પર હવે કાર દોડાવવાનું મોંઘું થઈ શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરાઈ રહી છે. રવિવારે સાંજે સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે ટોલ ટેક્સમાં 5થી 10 ટકાનો વધારો થશે. ટેરિફમાં આ ફેરફાર National Highways Fee (Determination of rates and collection) Rules 2008 અનુસાર દર વર્ષે કરવામાં આવે છે.
એક અહેવાલ અનુસાર ટોલ ટેક્સમાં નવા રેટનો પ્રસ્તાવ NHAIના તમામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ પાસે 25 માર્ચ સુધી મોકલી દેવામાં આવશે અને નવા દરો પહેલો એપ્રિલથી રોડ તથા પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગુ કરવામાં આવશે.
પ્રસ્તાવિત ભાવવધારા અનુસાર કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ 5 ટકાથી વધુ ટેક્સ લેવામાં આવશે જ્યારે ભારે વાહનો પરના ટોલ ટેક્સમાં 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
2022માં નેશનલ હાઈવે પર દોડનારા દરેક પ્રકારના વાહનની ટેરિફની કિંમતમાં 10 રૂપિયા અને 60 રૂપિયાનો વધારો કરતા ટોલ ટેક્સ રેન્જમાં 10થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં એક્સપ્રેસ-વે પર 2.19 રૂપિયા પ્રતિ કિલોમીટર પ્રમાણે ટોલ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
એક વેબ પોર્ટલ પર પ્રકાશિત રિપોર્ટ અનુસાર ટોલ પ્લાઝાના 20 કિલોમીટર ક્ષેત્રમાં રહેતા લોકોને અપાતા માસિક પાસની સુવિધામાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે.
નેશનલ રોડ ફીસ રેગુલેશન 2008 અનુસાર, યુઝર ફી પ્લાઝા માટે એક વિશેષ સર્કલમાં રહેતા લોકો માટે છૂટની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી, પરંતુ જો કોઈ નોન-કોમર્શિયલ ગાડીનો માલિક છે અને ચાર્જ પ્લાઝાના 20 કિલોમીટરની અંદર રહે છે, તો તે ફી પ્લાઝા દ્વારા અનલિમિટેડ યાત્રા માટે નાણાકીય વર્ષ 2022-2023 માટે 315 રૂપિયા પ્રતિ મહિનાના દરથી મંથલી પાસ લઈ શકે છે.
ટોલ કલેક્ષનની વાત કરીએ તો l નાણાકીય વર્ષ 2022 દરમિયાન નેશનલ હાઈવે પર કલેક્ટ કરવામાં આવેલો ટોલ 33881.22 કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષના કલેક્શન કરતા 21 ટકા વધુ હતો.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર 2022માં નેશનલ અને સ્ટેટ બંને હાઈવે પર ફી પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા કુલ ટોલ કલેક્શન એવરેજ 50855 કરોડ રૂપિયા કે પ્રતિ દિવસ 139.32 કરોડ રૂપિયા જેટલું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular