શું સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખના પદથી હટાવવામાં આવશે? કેજરીવાલના ટ્વીટે જગાવી ચર્ચા, ભાજપે આપ્યો વળતો જવાબ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat election) નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકીય ગલીયારામાં ચર્ચાનો માહોલ ગરમ થતો જાય છે. કોંગ્રેસ(Congress) પાર્ટી સાઈડ લાઈન થઇ જતા આ ચૂંટણીનો જંગ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ(BJP) વચ્ચે જામશે એવું લાગી રહ્યું છે. બંને પાર્ટીના નેતાઓએ એકબીજા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પોતાનું સંપૂર્ણ ધ્યાન હાલ ગુજરાત પર લગાવી રહ્યા છે, તેઓ ભાજપને ઘેરાવાનો એક પણ મોકો નથી છોડી રહ્યા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે બપોરે કરેલી એક ટ્વીટે ચર્ચા જગાવી છે. ટ્વીટમાં તેઓ કહી રહ્યા છે કે મને સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને(CR Patil) હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતાઓ પણ કેજરીવાલને જવાબ આપી રહ્યા છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું છે કે ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ભયભીત થઇ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહી છે. શું ભાજપ આટલી ડરી ગઈ છે?

“>

નોંધનીય છે હાલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગુજરાત ભાજપના સંગઠન મામલે અરવિંદ કેજરીવાલની ટ્વીટે ચર્ચા જગાવી છે. અરવિંદ કેજરીવાલે ‘સુત્રો દ્વારા જાણવા મળ્યું છે’ એવું લખ્યું છે પરંતુ સુત્રો અંગે કોઈ ચોખવટ કરી નથી. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલે એવી ટ્વીટ કરી હતી કે અમિત શાહને ગુજરાત મુખ્યપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવી શકે છે. જોકે ભાજપે આ તમામ દાવાને નકારી કાઢ્યા છે. અરવિંદ કેજરીવાલની આ ટ્વીટને રાજકીય દાવપેચ માત્ર માનવામાં આવી રહ્યો છે.
કેજરીવાલના પાટીલ પરના નિવેદન પર ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. ભાજપ નેતા ભરત ડાંગરે(Bharat Dangar) ટ્વીટ કરીને કેજરીવાલે જવાબ આપ્યો કે, ગુજરાતમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે. ગુજરાતીઓ માંગવા નહી આપવા માટે હાથ લાંબો કરે છે. આ ખમીરવંતી ગુજરાતીઓ AAPના ઉમેદવારોની ડિપોઝિટ ગુલ કરાવશે.

તો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કેજરીવાલ પર પ્રહાર કર્યા કે, કેજરીવાલ તમે દિવસમાં સ્વપ્ન જોવાનું બંધ કરો. પાટીલનો નહી તમે પહેલા તમારો વિચારો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.