ગુવાહાટીની હોટેલમાંથી બહાર આવ્યા એકનાથ શિંદે, બોલ્યા- ટૂંક સમયમાં મુંબઈ જઇશ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે બળવાખોર વિધાનસભ્યો ભાજપ સાથે આવીને સરકાર બનાવવા પર ચર્ચા કરી શકે છે. દરમિયાન એકનાથ શિંદેએ આજે રેડિસન બ્લૂ હોટેલના મેઇન ગેટ પર આવીને મીડિયા સાથે વાતચીત કરી હતી. એમણે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં મુંબઈ જઇશું. અમે શિવસેનામાં જ છીએ. અમે જ અસલી શિવસેના છીએ. બાળાસાહેબના હિન્દુત્વને અમે આગળ લઇને જશું. અમારી સાથે 50 ધારાસભ્ય છે. બધા તેમની મરજીથી અહીં આવ્યા છે. શિવસેના ખોટી અફવા ફેલાવી રહી છે કે અમારા 20 ધારાસભ્ય તેના સંપર્કમાં છે. જો કોઇ સંપર્કમાં હોય તો તેનું નામ જણાવો. અમારું આગળનું પગલું શું હશે તે અંગે જલદી માહિતી આપવામાં આવશે. દીપક કેસરકર અમારા પ્રવકતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.