Homeફિલ્મી ફંડાશું 'અવતાર 2' 'એવેન્જર્સ એંડગેમ'નો રેકોર્ડ તોડશે?

શું ‘અવતાર 2’ ‘એવેન્જર્સ એંડગેમ’નો રેકોર્ડ તોડશે?

હોલીવૂડની સૌથી જાણીતી બનેલી ‘અવતાર’ ફિલ્મ હવે સેકન્ડ પાર્ટ એટલે ‘અવતાર ધ વે ઓફ વોટર’ રિલીઝ થયા બાદ ભારતમાં આ ફિલ્મને જોવા માટે લોકોમાં ઉત્સાહ વધ્યો છે, જેથી ‘એવેન્જર્સ એંડગેમ’નો રેકોર્ડ તૂટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતમાં સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ 2019માં રિલીઝ થયેલી માવલની એવેન્જર્સ એન્ડગેમ એ 53.10 કરોડની અને સ્પાઇડર મેન નો વય હોમ એ 32.67 કરોડની ભવ્ય ઓપનિંગ લીધી હતી. ભારતમાં હોલીવુડ ફિલ્મ માટે આ રેકોર્ડ ઓપનિંગ છે. ત્રણ વર્ષ પછી પણ ઓપનિંગનો આ રેકોર્ડ અકબંધ છે.
જો કે, 2020 અને 2021માં, કોરોનાંને કારણે થિયેટરો કાં તો બંધ થઈ ગયા હતા અથવા 50% ક્ષમતા સાથે હતા. આવા સંજોગોમાં કોઈને અપેક્ષા નહોતી કે ફિલ્મો આવા રેકોર્ડ બનાવશે અથવા તોડશે. અવતાર 2 ના એડવાન્સ બુકિંગ આંકડાઓ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી વેપાર નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ ઓપનિંગ ડે કલેક્શન ભારતમાં એવેન્જર્સ એંડગેમના રેકોર્ડને તોડી શકે છે. કેટલાક વેપાર અહેવાલો દાવો કર્યો હતો. આ ફિલ્મ ચાર લાખથી વધુ ટિકિટનું એડવાન્સ વેચાણ કરી રહી છે, જે લગભગ 16 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતની બોક્સ ઓફિસ પર માર્બલ ફિલ્મોનો દબદબો છે. ખાસ કરીને સુપરહીરો સિરીઝની ફિલ્મોએ સારી કમાણી કરી છે. ભારતમાં કોઈપણ હોલીવુડ ફિલ્મની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પણ એવેન્જર્સ એંડગેમના નામે નોંધાયેલો છે. હવે અવતાર – ધ વે ઓફ વોટરની રજૂઆત પછી આ દૃશ્ય બદલાઈ તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અવતાર 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે છે. KGF અને એવેન્જર્સ એન્ડગેમ એ બે ફિલ્મો છે જે ભારતમાં અવતાર 2 ના રેકોર્ડને જોખમમાં મૂકી શકે છે. હવે પહેલાની જેમ પરિસ્થિતિ સામાન્ય બની છે. થિયેટર પણ સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહ્યા છે તેથી લોકો થિયેટર્સમાં ફિલ્મ જોવા માટે પણ તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular