Homeફિલ્મી ફંડાતો શું અનુરાગ કશ્યપ નિભાવશે વિજય માલ્યાની ભૂમિકા?

તો શું અનુરાગ કશ્યપ નિભાવશે વિજય માલ્યાની ભૂમિકા?

સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘અકિરા’માં એક બાહોશ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનાર બોલીવૂડના જાણીતા નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ ફરી એકવાર પોતાની અભિનય કુશળતા બતાવવા જઈ રહ્યા છે. હવે તેઓ દેશના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના રોલમાં જોવા મળશે. ‘શિવાજી’, ‘અપર્ચિત’ અને ‘2.0’ જેવી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય નિર્દેશક શંકરના આસિસ્ટન્ટ રહેલા કાર્તિકે અનુરાગને પોતાની ફિલ્મમાં આ રોલ આપ્યો છે.
કાર્તિક વિજય માલ્યાના કેસ પર ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, કાર્તિક આ ફિલ્મમાં વિજય માલ્યાના રોલ માટે અનુરાગ કશ્યપ સાથે ઘણા સમયથી વાતચીત કરી રહ્યો છે. અને જો બધુ બરાબર રહેશે તો તે આ મહિને અનુરાગ કશ્યપ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ ભારતના ભાગેડુઓની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

RELATED ARTICLES

Most Popular