મુંબઈની બધી લોકલ વાતાનુકૂલિત બનશે?

આમચી મુંબઈ

મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમઓનો આદેશ

મુંબઈ: રાજ્યસભા, વિધાન પરિષદ અને રાજ્ય સરકારમાં અનપેક્ષિત બદલાવ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે રેલવેનો પ્રવાસ સુખદ રહે એ માટેનું નિયોજન કર્યું છે. મુંબઈ ઉપનગરીય રેલવે સંપૂર્ણ વાતાનુકૂલિત કરવાના ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવાનો આદેશ વડા પ્રધાન ઓફિસે આપ્યો હોઇ એ માટે નજીકના સમયમાં કેન્દ્રીય નાણા વિભાગની મંજૂરી મળે એવી શક્યતા છે.
૧૨ દિવસથી ચાલી રહેલા પક્ષીય રાજકારણ બાદ હવે સુખદ પ્રવાસ પ્રોજેક્ટ એટલે કે એસી લોકલ અને રેલવે માર્ગનું વિસ્તરીકરણ પર ધ્યાન આપવામાં આવશે. મુંબઈ સહિત થાણે અને અન્ય મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈમાં સૌથી સરળ અને સુખદ પ્રવાસ માત્ર લોકલ ટ્રેનથી જ શક્ય છે. ટિકિટદરમાં ઘટાડો કરવામાં આવતાં હવે એસી લોકલ ટ્રેનને સારા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ઉપરાંત એસી લોકલના દરવાજા બંધ હોવાને કારણે બહાર લટકીને થતા અકસ્માત બંધ થયા છે. આને કારણે મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનના મુંબઈ સિવિલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટના માધ્યમથી ૨૩૮ એસી લોકલની ખરીદી કરવામાં આવવાની છે. આનો લાભ મુંબઈ સહિત એમએમઆરમાંના તમામ મહાપાલિકાના મતદાર હોય એવા પ્રવાસીઓને મળવાનો છે.
મુંબઈ ઉપનગરીય રેલવે સંપૂર્ણ એસી કરવા માટે ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ માટે ૨૦ હજાર કરોડથી પણ વધુ ખર્ચ અપેક્ષિત છે. પ્રોજેક્ટ ટેન્ડર માટે તમામ દસ્તાવેજો તૈયાર છે. નાણાં વિભાગને મંજૂરી માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા બાદ તાબડતોબ ટેન્ડર મગાવવામાં આવશે, એવું વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.