સોશિયલ મીડિયા પર આજકાલ લોકોને ક્રિયેટિવ કન્ટેન્ટની સાથે સાથે જ વાઈલ્ડલાઈફ સંબંધિત વીડિયો જોવાનું પણ ગમી રહ્યું છે અને આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં સિંહણ પોતાનાથી વજનમાં ભારે એવા હિપ્પોપોટેમસ પર હુમલો કરે છે અને પછી તેની સાથે જે થાય છે તે વીડિયોમાં જ જોવા જેવું છે.
View this post on Instagram
કદમાં આટલા મોટા પ્રાણી પર એકલો હુમલો કરવો એ જોખમ વહોરી લેવાનું કામ છે અને આ જ ભૂલ સિંહણે પણ કરી છે. જેવી સિંહણ હિપ્પોપોટેમસ પર અટેક કરે છે એટલે હિપ્પોપોટેમસ ઉલટો ફરે છે અને પોતાના જડબામાં સિંહણનું મોઢું પકડીને એને અહીંયા ત્યાં ફેરવે છે, જેને કારણે સિંહણ જખમી થઈ જાય છે. આ વીડિયો અહીં જ પૂરો થઈ જાય છે એટલે સિંહણ સાથે ચોક્કસ શું થયું એ જાણી શકાયું નથી અને આ વીડિયો કયા પાર્કમાં શૂટ કરાયો છે તેની પણ કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.