પત્નિ પ્રેમ : પતિએ ઘરમાં બનાવ્યું પત્નીનું મંદિર , રોજ કરે છે પૂજા

39

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાંથી એક અજબ કિસ્સો બહાર આવ્યો છે. તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જ્યાં પ્રેમીઓ એક બીજા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. પણ એક પતિએ પોતાની પત્નીના મૃત્યુ બાદ એવું કઈ કર્યું કે સાંભળીને તમ હેરાન રહી જશો. જી હા, આ પતિ એ પત્નીના મૃત્યુ બાદ ઘરમાં તેની યાદમાં તેનું મંદિર બનવું દીધું. જેમ આપણે ભગવાનની પૂજા કરીએ છે એમ આ પતિ રોજ તેની પત્નીની પૂજા કરે છે. ઉપરાંત બાળકો પણ રોજ પોતાની માતાની પૂજા કરે છે.
શાહજાહે જેમ મુમતાઝ માટે તાજ મહેલ બનાવ્યો તેવો જ આ કિસ્સો છે. મંદિર અંગે એક વેબપોર્ટલ સાથે વાત કરતા આ પતિએ કહ્યું હતું કે, કોરોનામાં મારી પત્નીનું મૃત્યુ થયું અને ત્યારથી અમે બધા બહુ હતાશ થઈ ગયા હતા. તેથી મેં વિચાર્યું કે હું ઘરમાં એનું મંદિર બનવું જેથી મારા પત્ની અમારી વચ્ચે જ છે એવું લાગશે. મારા બાળકો પણ રોજ એની પૂજા કરે છે. આ કિસ્સો શાજાપુરનો છે જ્યાં આ પતિએ પોતાની પત્નીની 3 ફૂટ ઊંચાઈવાળી બેઠી પ્રતિમા બનાવડાવી છે. આ પ્રતિમાની રોજ સાડી પણ બદલવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!