હેં! પત્ની ખુબસુરત નહોંતી તો રચ્યું હત્યાનું કાવતરું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારના ભોજપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગજરાજગંજ વિસ્તાર નજીક આવેલા ગામમાં કેટલાક બદમાશોએ પતિ-પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ એક્શનમાં આવી અને બે આરોપીની ધરપકડ કર્યા બાદ મોટો ખુલાસો સામે આવ્યો હતો. બદમાશોએ પુછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, પતિએ જ સુપારી આપીને પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, કારણ કે તે ખુબસુરત નહોતી. આ જ કારણે પતિએ બદમાશોનો સંપર્ક સાધીને પત્નીને મારવા માટે બે લાખ રૂપિયા આપ્યા હતાં. હત્યયારાઓએ પત્નીને જ ટાર્ગેટ કરી હતી, પરંતુ આ ઘટનામાં પત્નીની સાથે આરોપી પતિ પણ ઝખમી થયો હતો. આ હુમલામાં પત્ની પણ ગંભીર ઘાયલ થઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.