શેરબજારમાં કેમ બોલાયો ૯૦૦ પોઇન્ટનો કડાકો? જાણો કારણો

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં સપ્તાહની શરૂઆત ધારણાં અનુસાર જ નીચા મથાળે થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને એકાદ ટકા નીચા મથાળે ખૂલ્યા હતા અને અનુક્રમે ૬૪૦ અને ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યાં હતાં. સત્ર આગળ વધવા સાથે વેચવાલીની ગતિ એટલી તીવ્ર બની ગઇ કે એક તબક્કે સેન્સેક્સ ૯૪૧ પોઇન્ટના કડાકા સાથે ૫૮,૭૦૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
પ્રાથમિક કારણ વૈશ્ર્વિક બજારોના નકારાત્મક સંકેતને ગણી શકાય, પરંતુ શેરબજારના આ કડાકા પાછળ બીજા ઘણાં કારણ મોજૂદ છે. સૌથી મહત્તવનું કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સની જાહેરાત પછી તેના કેટલાક અધિકારીઓ કરેલા આક્રમક નિવેદનો છે, જેમાં આગામી સમયમાં વ્યાજદરની વૃદ્ધિ તીવ્ર બનવાના સંકેત મળી રહ્યાં છે.
આ ઉપરાંત બજા મહત્ત્વના કારણોમાં ડોલર ઇન્ડેક્સની વૃદ્ધિ અને અમેરિકન ટ્રેઝરી યિલ્ડમાં નોંધાયેલો વધારો છે. ડોલર ઇન્ડેક્સ ફરી ૧૦૮ નજીક પહોંચ્યો છે જ્યારે યુએસ ટેન યર યિલ્ડ ૨.૯૯ ટકા સુધી પહોંચી છે. આ બંનેની દિશા ના પલ્ટાય ત્યાં સુધી ઇક્વિટી માર્કેટમાં સુધારાને અવકાશ નથી.
આ ઉપરાંત પણ બીજા ઘણાં નકારાત્મક કારણો ભેગા થયા છે. સત્રને અંતે સેન્સેક્સ ૮૭૨ પોઇન્ટના ગાબડા સાથે ૫૮,૭૭૪ની સપાટીએ અને નિફ્ટી ૨૬૮ પોઇન્ટના ધબડકા સાથે ૧૭,૪૯૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.