સાઉથની ફિલ્મોના સુપરસ્ટારમાં વિજય સેતુપતિની ગણતરી થાય છે અને જ્યારે આ સુપરસ્ટાર જ કોઈ બોલિવૂડ સ્ટારની માફી માંગે ત્યારે એ ચર્ચાનું કારણ તો બનવાનો જ છે. તમે તમારા મગજના ઘોડા વધુ દોડાવો એ પહેલાં જ અમે તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં ખુદ વિજયે આ વાતનો ખુલાસો કર્યો હતો.
વાત જાણે એમ છે કે વિજય સેતુપતિ અને નયનતારા કિંગખાન એટલે કે શાહરૂખ ખાન સાથે ફિલ્મ જવાનમાં સાથે કામ કરતાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિને જૂનમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
ઈન્ટરવ્યુમાં શાહરૂખ સાથે કામ કરવાના અનુભવ વિશે વિજયે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ સજજન છે અને સામેવાળાને જરા ય એવું નથી ફિલ કરાવતા કે તે એક સુપરસ્ટાર છે. તેઓ તેમના કો-સ્ટાર સાથે ખુબ જ આત્મીયતાથી વર્તે છે અને એક સમય એવો પણ આવી ગયો અમારા વચ્ચે કે હું કોઈ પણ ખચકાટ વગર તેમની સાથે ડિસ્કસ કરતો થઈ ગયો. જ્યારે પણ હું તેમની સાથે સીનની ચર્ચા કરતો ત્યારે હું તેમને કહેતો કે સોરી સર હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું… પણ તેઓ હંમેશાં મને કહેતા કે નહીં વિજય પ્લીઝ તું કર મને ડિસ્ટર્બ…
એસઆરકે અને તેના ફેન્સ માટે 2023નું વર્ષ ખૂબ જ હેપનિંગ રહેવાનું છે કારણ કે આ મહિને તેની ફિલ્મ પઠાણ આવી રહી છે ત્યાર બાદ જૂનમાં જવાન અને વર્ષના અંતમાં તેની રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ ડંકી રિલીઝ થઈ રહી છે.
આખરે વિજય સેતુપતિએ કેમ માંગી આ બોલિવૂડ સ્ટારની માફી?
RELATED ARTICLES